Breaking News : ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 6 થયો, 21 સામે ફરિયાદ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડનો મામલો મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રઈસ અને તેનો માણસ ડુપ્લીકેટ સારું બનાવવા ભાવનગર આવ્યા હતા.

| Edited By: | Updated on: Aug 20, 2026 | 10:01 AM

ભાવનગરના ખરકડીમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા છે.SMCની તપાસ બાદ વરતેજ પોલીસ મથકમાં 21 સામે ફરિયાદ નોંધાઈ છે.મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ 21 સામે ગુનો નોંધાયો છે. નકલી દારૂ કેસમાં 12 વ્યક્તિઓને રાઉન્ડઅપ કરાયા છે.

નકલી દારૂકાંડની તપાસ મધ્યપ્રદેશ અને હરિયાણા સુધી લંબાઈ છે.ઉજ્જૈનના આરોપી રઈસની ભોપાલથી SMC દ્વારા કરાઈ ધરપકડ કરાઈ છે.રઈસ અને તેના સાગરિતો નકલી દારૂ બનાવવા ભાવનગર આવ્યા હતા. SMCની ટીમે ઇન્દોરથી પણ એક શખ્સની અટકાયત કરી છે. SMCની વધુ એક ટીમ દ્વારા દિલ્હીમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. SMCના મોટાભાગના અધિકારીઓ, કર્મચારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા છે.

4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

ભાવનગરમાં નકલી દારૂ કેસમાં પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.વરતેજ પોલીસ મથકના બીટ જમાદાર સહિત 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીટ જમાદાર અને ડી-સ્ટાફના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે કાર્યવાહી કરી છે.

કુલ 6 વ્યક્તિઓના થયા મોત

  1. ઉપેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ, ખરકડી ગામ.
  2. કાર્તિક અસ્વીનભાઈ મકવાણા, ભરતનગર, ભાવનગર.
  3. કનકસિંહ હનુભા ગોહિલ, રુવા, ભાવનગર.
  4. ઘનસ્યામસિંહ જયમલસિંહ જાડેજા. કાળીયાબીડ, ભાવનગર.
  5. જયારે નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિનું પણ ઝેરી દારૂ પીતા મોત થયું છે
  6. હિતેશભાઈ પરમારની શંકાસ્પદ હાલતમાં તેના ઘરે થી મૃતદેહ મળી આવ્યો હતો.

નકલી દારૂ ઝેરી બન્યો

નકલી દારૂ બનાવવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.ગૌતમ અને રઈસે ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનો પ્લાન ઘડ્યોઅમદાવાદથી ખાલી બોટલ, ઢાંકણા અને સ્ટીકર સહિતનું રો-મટીરિયલ મંગાવ્યું હતુ.મિથેનોલ સહિતની સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર લાવવામાં આવી હતી.ગૌતમના ઘરે પહેલીવાર 51 પેટી નકલી દારૂ બનાવાયો હતો. 51 પેટી નકલી દારૂનું ગૌતમ અને તેના સાળાએ છૂટક વેચાણ કર્યું હતુ.બીજી વખત બનાવેલો નકલી દારૂ ખરાબ બનતા નાશ કરાયો હતો.

 4 કરોડ 70 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

નકલી દારૂ બનાવવા મધ્યપ્રદેશથી 3થી 4 વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. ગૌતમ, સારસ, અમન અને ગણેશે ફરી નકલી દારૂ બનાવ્યો, પરંતુ મિથેનોલનું પ્રમાણ વધી જતા નકલી દારૂ ઝેરી બન્યો હતો.ભાવનગરના ઝેરી દારૂકાંડમાં દારૂ બનાવવાથી લઈને તેનું વેચાણ કરવા સુધીની સમગ્ર કડી પોલીસ તપાસમાં સામે આવી છે. મહત્વનું છે કે છેલ્લા 7 મહિનામાં ભાવનગરમાંથી 4 કરોડ 70 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે.4 લાખ બોટલ સાથે 852 આરોપીઓ ઝડપાયા છે.

નકલી દારુની સમગ્ર ઘટના શું છે ? જાણો

ભાવનગરના ખરકડી ગામે ગત 16 ઓગસ્ટે દારૂ પાર્ટીનુ આયોજન કરાયું હતુ. વિશ્વરાજસિંહ ગોહિલે પોલીસમાં સિલેક્ટ થતાં આપી પાર્ટી હતી. ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં જયદિપસિંહ ગોહિલે દારૂ ન પીધો હતો. રોયલ સ્ટેગની બોટલોમાં ભેળસેલ યુક્ત દારુ વેચાયો હતો, જે પણ લોકોએ આ દારુનું સેવન કર્યું હતુ તેની તબિયત લથડી હતી.ખરકડીમાં નકલી દારુનાં કારણે મોતનો આંકડો 6 પર પહોંચ્યો હતો.

 

Breaking News : ભાવનગરમાં પોલીસમાં સિલેક્ટ થતાં મિત્રોનો પાર્ટી આપી, નકલી દારુ પીતા 4ના મોત 10 વ્યક્તિઓ સારવાર હેઠળ, જુઓ Video અહી ક્લિક કરો

Published On - 10:00 am, Thu, 20 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.