
ભાવનગરથી ભાજપે નિમુબેન બાંભણીયાને લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. વર્તમાન સંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે. તેમજ બે વખત ભાવનગરના મેયર રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ સુરેન્દ્રનગરના ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જુનાગઢના પ્રભારી પણ છે.
નિમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નિમુબેન શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તે મેયર હતા એ સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવા અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી.
જાહેર જીવનમાં આદર્શ પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતારી ચુક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે.
હાલ તેમને જુનાગઢ શહેરના પ્રભારી તરીકે પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી. આ દરમિયાન પક્ષને મજબુત કરવા તેમજ સંગઠનના તમામ કાર્યક્રમો સફળ બનાવવાની કામગીરી તેમના શિરે હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:28 pm, Fri, 15 March 24