Bhavnagar : યુવરાજસિંહને DSP કચેરી લઇ જવાયો, મેડિકલ ચેકઅપ બાદ યુવરાજને કોર્ટમાં રજૂ કરી પોલીસ માગશે રિમાન્ડ

|

Apr 22, 2023 | 12:37 PM

યુવરાજસિંહ જાડેજાની (Yuvrajsinh Jadeja) ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે યુવરાજસિંહનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

Bhavnagar : યુવરાજસિંહને DSP કચેરી લઇ જવાયો, મેડિકલ ચેકઅપ બાદ યુવરાજને કોર્ટમાં રજૂ કરી પોલીસ માગશે રિમાન્ડ

Follow us on

ડમીકાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાની ગઇકાલે ધરપકડ બાદ આજે તેમને DSP કચેરી લઇ જવામાં આવ્યા છે. ત્યારે અહીં SITની ટીમ દ્વારા યુવરાજસિંહની વધુ પૂછપરછ કરાઇ શકે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યુવરાજસિંહની પૂછપરછની શક્યતા છે.

આ પણ વાંચો- Gujarati Video : યુવરાજસિંહની ધરપકડ મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યુ- ‘પોલીસે પુરાવાના આધારે જ ધરપકડ કરી હશે’

યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે યુવરાજસિંહનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવાય તેવી શકયતાઓ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Breaking News : ડમી કૌભાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ, બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં પૈસાના વહીવટનો હતો ઉલ્લેખ

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.

(વિથ ઇનપુટ- અજીત ગઢવી, ભાવનગર)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:37 pm, Sat, 22 April 23

Next Article