Bhavnagar : અલંગમાં અજાયબી સમાન જહાજનું ભંગાણ થશે, જાણો આ જહાજની ખાસિયતો

|

Jul 30, 2021 | 10:59 PM

આ જહાજમાં અનેક પ્રકારની સુવિધાઓ છે. જેમાં લકઝરીસ રેસ્ટરોરન્ટ, સિનેમા, સ્વીમિંગ પૂલ, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જીમ સહિતની અનેક સવલતો આવેલી છે.

Bhavnagar : જિલ્લાના અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં વિશ્વના અજાયબી કહી શકાય તેવા જહાજો ભંગાવવા આવી ચુક્યા છે. તેમાં હાઈફાઈ હોટેલ ટાઈપ જહાજો હોય કે પછી યુદ્ધ ના જહાજો હોય, વિશ્વમાં જે જહાજો માં સફર કરવી એક લ્હાવો હોય, અને જેમાં હોલીવુડની ફિલ્મોના શૂટિંગ થયા હોય તેવા જહાજો પણ અલંગ ખાતે આવી પોતાની અંતિમ સફર ખેડી હોય, અને માટે જ સમગ્ર વિશ્વમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડનું નામ છે.

જોકે હાલમાં અલંગ મંદીનું સામનો કરી રહ્યું છે. આમ છતા પ્લોટ નં-120 માં અધતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર શીપ પોતાની અંતિમ મંજીલે આવી પહોંચ્યું છે. વિશ્વના દરિયાઓમાં તરતા સ્વર્ગ સમાન આ શીપ પોતાની આખરી સફર પૂર્ણ કરી અલંગ ખાતે પોતાનું અસ્તિત્વ પૂર્ણ કરવા આવી પહોચ્યું છે.

આ જહાજમાં અનેક પ્રકારની સુવિધાઓ છે. જેમાં લકઝરીસ રેસ્ટરોરન્ટ, સિનેમા, સ્વીમિંગ પૂલ, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જીમ સહિતની અનેક સવલતો આવેલી છે. કોરોનાના આ કપરા સમય માં અલંગ ખાતે શિપ ભંગાવવામાં ઘડાડો નોંધાયો છે, છેલ્લા 9 માસમાં 9મું ક્રુઝ જહાજ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યુ છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.120માં ટ્રોસ નામનું 10 માળનું લકઝરીયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયુ છે. આ જહાજ 1973માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યુ હતુ. 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ ક્રૂઝ શિપમાં 900 મુસાફરોની ક્ષમતા છે. તથા 300 ક્રૂ મેમ્બરો સામેલ થઇ શકે છે. તેમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે.

તેનું અગાઉ નામ અલ્બાટ્રોસ હતુ. વર્ષ-2020માં તેને મીડલ ઇસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યુ હતુ, અને લાંબા સમયથી હરઘડા ખાતે પડ્યુ હતુ, બાદમાં તેને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય લેવાયો હતો. અને આખરે અલંગ ખાતે આ તરતી હોટેલ સમાન જહાજ આવી ચૂક્યું છે અને ટુક સમયમાં શિપ ને ભાંગવાનું શરૂ થશે.

Next Video