BHAVNAGAR : શહેરમાં જાહેર માર્ગો પર ખાડા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ
ભાવનગર શહેરમાં એક પણ રોડ કે સર્કલ એવું નથી કે જ્યાં આખલાઓ અને રખડતા ઢોરએ અડિંગો ન જમાવ્યો હોય.
BHAVNAGAR : ભાવેણાવાસીઓ ભાવનગરને ખાડાનગરીની ઊપમા આપી રહ્યા છે.. જી હા, ભાવનગરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય વરસાદમાં રોડ પર ભારે ખાડા પડ્યા છે. જેને લઈ સ્થાનિકો અને વિપક્ષ મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ લોકોને રોડ પર ત્રાહિમામ કરતી એક સમસ્યા છે રખડતા ઢોરની… ભાવનગર શહેરમાં એક પણ રોડ કે સર્કલ એવું નથી કે જ્યાં આખલાઓ અને રખડતા ઢોરએ અડિંગો ન જમાવ્યો હોય… શહેરમાં ખાડા વાળા રોડ અને રખડતા ઢોરને લઇને અકસ્માતો વધી રહ્યા છે… લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે… આમ છતાં મનપાના શાસકોના પેટનું પાણી હલતું નથી.
Latest Videos