Bhavnagar: ડુંગળીના ભાવ તળીયે જતાં ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ

|

Mar 06, 2022 | 11:42 AM

શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. જેથી ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Bhavnagar: ડુંગળીના ભાવ તળીયે જતાં ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ
Symbolic image

Follow us on

સમગ્ર ગુજરાત (Gujarat) માં ભાવનગર (Bhavnagar) જીલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળી (onion) ના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતો (farmers) ને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડ માં વેચાણ માટે ખુબ જ સારી થઈ રહી છે.

શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ (prices)  ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જીલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જીલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 18000 થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવેલ છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણ ના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જ્યાં સુધી ડુંગળીનું ઉત્પાદન ખેતીમાંથી માર્કેટિંગયાર્ડમાં વેચાવા આવ્યું ના હતું ત્યાં સુધી ડુંગળીના ભાવ 20 કિલોએ પહોંચી ગયા હતા અને છુટક બજારમાં ડુંગળીના ભાવ કિલોના 40 રૂપિયાથી વધારે થઇ ગયા હતા, અને મણના ભાવ રૂ.600 થી 700 થઇ ગયા હતા, જેને લઈને ખેડૂતોએ આવા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીના મોઘા બિયારણો લાવી વ્યાજે પૈસા લઇ નાના ખેડૂતોએ જોખમ કરી ડુંગળીને પકાવી તો ખરી પરંતુ હોશેહોશે ડુંગળી લઇ ગામડેથી ભાવનગર યાર્ડમાં વેચવા આવી વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયા છે અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહ્યા.

આ વર્ષે પાછોતરો વરસાદ, કમોસમી વરસાદ અને ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. ત્યારે ડુંગળીમાં પૈસા મળવાના બદલે પૈસા જાય તેવી ખેડૂતોની સ્થિતિ છે. જોકે હાલમાં અન્ય રાજ્યોમાં પણ નાસિક સહિત અન્ય જગ્યાઓ પર ડુંગળી વેંચાણમાં આવી જતા ગુજરાતમાંથી ડુંગળીની જાવક ઘટતા ભાવમાં ઘટાડો આવેલ છે. દસ દિવસ પેહલાં ડુંગળીના 20 કિલો ભાવનગર યાર્ડમાં 350થી 580 રૂપિયામાં વેચાઈ હતી. ત્યારે હાલમાં ડુંગળીના ભાવ રૂ 100થી 350 સુધી પોહચી જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકશાનના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે, નહિતર આ વર્ષે ડુંગળી પક્વનાર ખેડૂતોને આર્થિક બહુ મોટું નુક્શાન જશે.

આ પણ વાંચો- Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો- Gandhinagar: દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલોમ્બો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપ યોજાઈ

Published On - 11:09 am, Sun, 6 March 22

Next Article