ભાવનગર મનપાએ ઘરવેરાની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરી, 3600 સરકારી કચેરીના 89 કરોડ મિલકત વેરા વસુલાત બાકી

ભાવનગરની 3600 સરકારી કચેરીઓના 89 કરોડ મિલકત વેરાના બાકી છે. ઓછામાં પુરૂ જવાહર મેદાનના બાકી 56 કરોડનો વેરો ભરપાઈ કરવા સંરક્ષણ વિભાગે હાથ ઊંચા કરી દીધા છે.

ભાવનગર મનપાએ ઘરવેરાની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરી, 3600 સરકારી કચેરીના 89 કરોડ મિલકત વેરા વસુલાત બાકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 12:56 PM

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઘરવેરાની ઉઘરાણી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોના ઘરે ઢોલ વગાડી ઘરવેરાની ઉઘરાણી માટે પહોંચી જતી મહાનગરપાલિકા સરકારી કચેરીઓ સામે વામણી પૂરવાર થઈ છે.

સરકારી કચેરીના 89 કરોડના બાકી વેરા માટે ઉઘરાણી થતી નથી, તેથી આ ઉઘરાણી કરવા હવે લોકોને મહાનગરપાલિકાની કચેરી એ જઈ ઢોલ વગાડવો પડશે કે કેમ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઇ રહ્યો છે. શા માટે મહાનગરપાલિકા આ સરકારી મિલકતો અને સરકારી કચેરીઓની બાકી રહેતા વેરામાં ઉઘરાણી કરતા આટલો બધો ખચવાટ અનુભવે છે. અનેકવાર નોટિસો અને કાગળ લખ્યા હોવા છતાં શા માટે વેરો ભરાતો નથી. જેવા સવાલ ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો : Breaking News : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ પર થયો પથ્થર મારો, જીવ બચાવવાં ભાગ્યા કર્મચારીઓ, જુઓ Live Video

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ભાવનગરની 3600 સરકારી કચેરીઓના 89 કરોડ મિલકત વેરાના બાકી છે. ઓછામાં પુરૂ જવાહર મેદાનના બાકી 56 કરોડનો વેરો ભરપાઈ કરવા સંરક્ષણ વિભાગે હાથ ઊંચા કરી દીધા છે.

નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મિલકત વેરા વસુલાતની માસ જપ્તી ઝુંબેશ ચાલી રહી છે. હજારોનો વેરો બાકી હોય તેમની સામે કડકાઈ પરંતુ કરોડોનો વેરો બાકી છે તેની સામે કેમ મૌન છે. જેને લઇને વિપક્ષે સવાલ કર્યા કે, નાના વ્યક્તિને હેરાન કરાય છે. પરંતુ ઉદ્યોગપતિ અને સરકારી કચેરીઓ સામે તેઓ કડકાઈ નથી દાખવતા

જામનગર મનપાની 331 કરોડની વસુલાત બાકી

જામનગરના વિકાસ માટે મનપા માટે મિલકત વેરો મહત્વનો છે. તિજોરીમાં પૈસા જ ન હોય તો કામકાજ કેવી રીતે કરવા, તે સવાલ થયા છે એટલે જ ટેક્સ લોકો ભરે તે માટે અલગ અલગ સ્કીમ મુકવામાં આવતી હોય છે. પરંતુ સરકારી કચેરીઓ જ સરકારની વેરા વસૂલાતની ઝુંબેશને કાને ધરતી નથી.

મહાનગર પાલિકા દ્વારા કેટલાક પ્રયાસો તો થાય છે પરંતુ તે પ્રયાસો સફળ થયા નથી. એટલે હજુ પણ 331 કરોડની વસુલાત બાકી છે. જેની વસુલાત માટે 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલી કરી છે. જેથી મિલકતધારકો વેરા પર વ્યાજની રાહત મેળવીને મુળ બાકી રહેતી રકમ ભરે તેથી મનપાની રીકવરી થઈ શકે.

મહાનગર પાલિકા દ્રારા 4 હજાર 231 મિલકત ધારકોને વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 1810 મિલકતધારકોએ મિલકત વેરાની ભરપાઈ કરી છે. તો બાકી 2421 મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારી વિભાગ પાસેથી અંદાજીત 18 લાખની વસુલાત બાકી છે. જેમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ પાસેથી વસુલાત માટે એમઓયુની પ્રક્રિયા ચાલુ છે.

g clip-path="url(#clip0_868_265)">