Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાળ પર, હડતાળને પગલે દૂરદૂરથી આવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

|

May 12, 2022 | 6:21 PM

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના (Marketing Yard) મજૂરોએ ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ઓછી મજૂરી મળતી હોવાની ફરિયાદ સાથે મજૂરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે.

Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાળ પર, હડતાળને પગલે દૂરદૂરથી આવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Mahuva Marketing Yard

Follow us on

ભાવનગરના (Bhavnagar District) મહુવા માર્કેટિંગ યાર્ડના (Marketing Yard) મજૂરોએ ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ઓછી મજૂરી મળતી હોવાની ફરિયાદ સાથે મજૂરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. જેના પગલે દુરદુરથી સફેદ ડુંગળીનો માલ લઇને આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અને ડુંગળી ભરેલા વાહનો જૈસે થે સ્થિતિમાં પડી રહ્યા છે. મજૂરોના અભાવે ડુંગળીની હરાજી (Onion auction) બંધ કરી દેવાતા ખેડૂતોને નુકસાન જવાની ભીતી છે. તો સ્થિતિ વધુ કફોડી ન બને તે માટે બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ થયા છે.

કારમાં કે બગીમાં નહીં પણ બળદગાડામાં જોડાઈ જાન

લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. તો કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ સાવરકુંડલાના નાની વડાળ ગામના વરરાજા છે. જે બળદગાડામાં સવાર થઈને વિજપડી પરણવા પહોંચ્યા હતા. સુરત સ્થિત મિકેનીકલ એન્જીનિયરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વરરાજા નિકુંજ આંબલીયાની જાન બળદગાડામાં (Bullock carts) નીકળતા જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાન આગળ ઘોડેસવારી કરીને લગ્નમંડપ સુધી જાન પહોંચી હતી. અનોખી જાન કન્યાપક્ષનું વિજપડી ગામ જોતું રહ્યું હતું. દેશી ભરત કામથી બળદોને શણગારાયેલા 32 બળદગાડામાં જાન નીકળી હતી. બળદગાડામાં જાનૈયાઓ લગ્નગીતો ગાતા હતા. આંબલીયા પરિવારના સભ્યોએ એક મહિના પહેલાથી જ બળદગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાવનગરથી વાયા બોટાદ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ક્યારે પાટે ચઢશે?

ભાવનગર, બોટાદ અને ધંધુકા માટે અતિ આવશ્યક એવી ભાવનગર વાયા બોટાદ બ્રોડગેજ લાઈન ફિટ થઈ ગઈ છતાં ઇન્ટરસિટી સહિતની ટ્રેનો શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાવનગરમાં જીતુ વાઘાણી રાજ્ય સરકારમાં અને મનસુખ મંડવીયા કેન્દ્રસરકારના કેબિનેટ મંત્રી છે. ભારતીબેન શિયાળ ભાજપના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

Published On - 6:21 pm, Thu, 12 May 22

Next Article