Bhavnagar Loksabha Seat : નિમુબેન બાંભણિયાએ પહેલા બોલે મારી સિક્સ, પ્રથમ વાર સાંસદ બનવા છતા કેમ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન ?

|

Jun 10, 2024 | 2:16 PM

ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી અન નિમુબેને પહેલી વારમાં જ સિક્સર મારી. મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે નિમુબેન બાંભણિયા જેઓ લોકસભાની ચૂંટણી તો પ્રથમ વખત લડ્યા, પરંતુ પહેલી જ વારમાં અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે.

Bhavnagar Loksabha Seat : નિમુબેન બાંભણિયાએ પહેલા બોલે મારી સિક્સ, પ્રથમ વાર સાંસદ બનવા છતા કેમ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન ?

Follow us on

મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે નિમુબેન બાંભણિયા જેઓ લોકસભાની ચૂંટણી તો પ્રથમ વખત લડ્યા, પરંતુ પહેલી જ વારમાં અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે. ભાવનગરમાં ઉન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જોરદાર ટક્કર આપી અને હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવશે.

ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી અન નિમુબેને પહેલી વારમાં જ સિક્સર મારી. ગુજરાતમાં એક તો ભાવનગર અને બીજી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસે ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી. ભાવનગરમાં ભાજપ તરફથી નિમુબેન પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા. તો ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મેદાને હતા.

કોને કેટલા મત મળ્યા ?

ભાવનગર લોકસભા બેઠક પરથી ઊભા રહેલા ભાજપના ઉમેદવાર નિમુબેનને ભવ્ય જીત મળી છે. નિમુબેન AAPમા બાંભણિયાને 7,16,883 મત મળ્યા છે. તો તેમની સામે ઊભેલા ઉમેશ મકવાણાને 2,61,594 મત મળ્યા છે.

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
Sofa Cleaning Tips: સોફા સાફ કરવાની સૌથી સહેલી ટ્રિક તમે જાણો છો ?

ભારતીબેન શિયાળના આ રેકોર્ડ તોડ્યા

નિમુબેનને પહેલી જ વારમાં બધાને ચોકાવી દઇ અગાઉના સાંસદ ભારતીબેન શિયાળનો પણ મતોનો રેકોર્ડ તોડ્યો છે. ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને તે ત્યાં સ્થાનિક રાજકરણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબુત છે.

નિમુબેન શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપિરમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે જ પ્રદેશમાં પણ અમરેલી, સુરન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા તથા જુનાગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન

નિમુબેનની છાપ આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની છે અને સ્થાનિક રાજકારણમાં જમીની સ્તર પર તેમની પકડ સારી છે. એટલે ચૂંટણી દરમિયાન પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જાડોયેલા છે. નિમુબેન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી પણ છે. નિમુબેનની છબી સાફ છે અને હવે તેઓ મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે.

Published On - 2:06 pm, Mon, 10 June 24

Next Article