Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન

ડુંગળી પક્વનાર ખેડૂત ભારે મુંજાયો છે. બે વર્ષ કોરોનાના કપરો સમય વીત્યા બાદ ખેડૂતો માંડ કળ વળે તેવુ ડુંગળીનું ઉત્પાદન થતા આર્થિક ફાયદો થવાની શક્યતાઓ ઉભી થઇ હતી ત્યારે અચાનક ડુંગળીના ભાવ તળિયે  જતા ખેડૂતોને આર્થિક ફાયદો થવાનું સપનું રોળાયુ છે

Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન
Bhavnagar Market Yard Onion Crop
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:19 PM

ભાવનગર(Bhavnagar)જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું(Onion) કુલ 67 ટકા ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. જો કે આ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવા છતાં વીઘા દીઠ ડુંગળીનો ઉતારા ઓછા આવ્યો છે. આમ છતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવાના માર્કેટિંગ યાર્ડ માં મબલખ ડુંગળી ની આવક થઈ રહી છે. પરંતુ કરુણતાની વાત એ છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ભાવનગર જિલ્લાનો ડુંગળી પકવતો ખેડૂત(Farmers)સાવ પાયમાલ થઈ જવા પામેલ છે અને સરકારને અપીલ કરી રહ્યો છે કે કમસે કમ ડુંગળી ના પડતર ભાવ મળી રહે તેવુ સરકાર કઈ કરે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર સારું થયુ હતું અને છેલ્લે પાછોતરો ભારે વરસાદ, માવઠું અને ડુંગળી ના પાકમાં રોગ આવ્યો હોવા છતાં ખેડૂતોને ઉતારા ઓછા આવ્યા છે વીઘા એ, પરંતુ સમગ્ર જિલ્લામાં વધારે પડતા વાવેતર ના કારણે ખુબજ મોટા પ્રમાણ માં ઉત્પાદન થવા પામેલ છે.

ડુંગળીના ભાવ વીસ કિલોના 100 રૂપિયા થઈ જતા  ખેડૂત પાયમાલ

ભાવનગર અને મહુવાના માર્કેટિંગયાર્ડ માં સતત ડુંગળીની આવક થઇ રહી છે. ડુંગળી ની આવકના શરૂઆત ના દોર માં એટલેકે એકાદ મહિના પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ 600 રૂપિયાની ઉપર પહોંચી જવા પામેલ હતો શરૂઆતમાં ખેડૂતોની ડુંગળી ખેતરોમાં પડી હતી ત્યારે ભાવ આસમાને હતા અને હાલ ડુંગળી વેચવા ખેડૂત ડુંગળી લઈને ખેડૂત યાર્ડ માં વેચવા આવ્યો છે ત્યારે ડુંગળીના ભાવ વીસ કિલોના 100 રૂપિયા થઈ જતા ડુંગળી પક્વનાર ખેડૂત પાયમાલ થઈને કાયદેસર દેણામાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોને આર્થિક ફાયદો થવાનું સપનું રોળાયુ

જેમાં 250 રૂપિયામાં વીસ કિલો ડુંગળીની પડતર હોય બિયારણ, મજૂરી, બારદાન અને ટ્રાન્સપોર્ટમાં જતાં ખેડૂતની મહેનત આમાં કઈ રીતે ડુંગળી ખેડૂત સો રૂપિયા માં વેચે જો કે ખેડૂતો ને વેચ્યા વગર છૂટકો નથી. કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર ડુંગળીની નિકાસ માં વધારો કરે, ડુંગળીમાં ટેકાના ભાવ આપે જેવા અસરકારક પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે. હાલના સમયમાં ડુંગળી પક્વનાર ખેડૂત ભારે મુંજાયો છે. બે વર્ષ કોરોનાના કપરો સમય વીત્યા બાદ ખેડૂતો માંડ કળ વળે તેવુ ડુંગળીનું ઉત્પાદન થતા આર્થિક ફાયદો થવાની શક્યતાઓ ઉભી થઇ હતી ત્યારે અચાનક ડુંગળી ના ભાવ તળિયે  જતા ખેડૂતોને આર્થિક ફાયદો થવાનું સપનું રોળાયુ છે

આ પણ વાંચો : Kheda: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેતા કામોને સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરાયો

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી

 

Published On - 8:16 pm, Tue, 22 March 22