Bhavnagar : નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ

|

Aug 27, 2022 | 4:19 PM

ભાવનગર (Bhavnagar)જિલ્લાના કોળીયાક ખાતે સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્ર માં સ્નાન થી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે. તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે

Bhavnagar : નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ
Bhavnagar Niskalank Mandir

Follow us on

ગુજરાતમાં ભાવનગર (Bhavnagar)જિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ((Nishkalank Mahadev) મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગઈકાલ રાત્રેથી જ કોળીયાક ખાતે આવી પહોંચ્યા. તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઇ હતી, બે વર્ષ ના વિરામબાદ આ વર્ષે આ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને લોકોએ મેળાની મોજ માણેલ, ભાવનગર જીલ્લાના કોળીયાકના દરિયાકિનારે સમુદ્ર માં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તારીખે જાણીતા છે, અહીના સમુદ્રમાં લગભગ એક કિલોમીટર દુર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજે છે, સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહી મહાદેવના દર્શન માટે જઈ શકાય છે, ક્યાય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહી જોવા મળે છે. સમુદ્રમાં ભરતી આવતા જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોપ થઇ જાય છે અને સમુદ્રના પાણી ઉતરતા ફરી શિવજી ભક્તોને દર્શન આપે છે, અહી તિથી મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય તે મુજબ દર્શન થઇ શકે છે.

સમુદ્ર માં સ્નાનથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે

અહી સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્ર માં સ્નાન થી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે, તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશભર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંકના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. નિષ્કલંક મહાદેવ નો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુધ્દ બાદ સો કૌરવો, લાખો સૈનિકો અને વગેરેના મૃત્યુ નું પાપ લાગ્યું હોય અને તે કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્ર કિનારે જઈ શિવજીની સ્થાપના કરી અને પૂજા કરવા ની સલાહ આપતા પાંડવો સમુદ્ર કિનારે કિનારે સોમનાથ પહોચ્યા ત્યાંથી પ્રચીમાં ભગવાન કૃષ્ણને મળ્યા ભગવાને તેમને કાળી નાવડી, કાળી ધજા, કાળી ગાય અને કડવી તુંબડી લ્યો અને સમુદ્ર કિનારે કિનારે જાવ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય,કડવી તુંબડી મીઠી થઇ જાય તે જગ્યા પર તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો જ્યાં તમારા તમામ પાપો દુર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દરિયાની ભરતીના પાણી ઉતરયા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે

આથી આ જગ્યા પર આવતા અહી ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના કરી, દ્રોપદીએ ભવાની માતાજીની સ્થાપના કરી અને માતા કુંતાએ સ્થંભ ની સ્થાપના કરી અને તેમની પૂજા કરી અને અને સમુદ્રમાં સ્નાન કરતા તમામ ના પાપો ધોવાયા અને તમામ નિષ્કલંક થયા આથી આ સ્થળ આજે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું આજે એક કિમી જેટલો દરિયો વધી જવાથી તે દરિયાની વચ્ચે આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતરયા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે.અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે પૂરો સ્તંભ પાણી માં ગરકાવ થઇ જાય છે..

Published On - 4:17 pm, Sat, 27 August 22

Next Article