Bhavnagar: ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું સોલર પેનલની વિશેષતા ધરાવતું જહાજ દરિયાની ઓટમાં ફસાયા બાદ પહોચ્યું ગંતવ્ય સ્થાને

|

Sep 10, 2022 | 2:19 PM

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં ઉમેરવામાં આવેલું નવું જહાજ તેની પ્રથમ સફરમાં દરિયાઇ ઓટમાં ફસાઈ ગયું હતું અને નિયમત સમય કરતા મોડું ઘોઘાથી હજીરા પહોંચ્યુ હતુું.

Bhavnagar: ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું સોલર પેનલની વિશેષતા ધરાવતું જહાજ દરિયાની ઓટમાં ફસાયા બાદ પહોચ્યું ગંતવ્ય સ્થાને
Ghogha Hajira Ferry Service

Follow us on

હજીરા-ઘોઘાને (Hazira-Ghogha) જોડતી સોલાર રોપેક્ષ ફેરી સર્વિસનો  (Solar Ropaksa Ferry Service) પ્રારંભ થયો છે જોકે દરિયાની ઓટમાં આ જહાજ અટવાઈ ગયું હતું. ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સેવા જૂલાઈ મહિનાથી બંધ કરવામાં આવી હતી. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં ઉમેરવામાં આવેલું નવું જહાજ તેની પ્રથમ સફરમાં દરિયાઇ ઓટમાં ફસાઈ ગયું હતું અને નિયત સમય કરતા મોડું ઘોઘાથી હજીરા પહોંચ્યુ હતુ.

ક્રૂઝ ટ્રાયલ રનમાં સફળ રહ્યું હતું

ફેરી સર્વિસ શરૂ કરવા માટે નવા વોયેજ એક્સપ્રેસ ક્રુઝ જહાજનો (ship ) બે દિવસ સુધી ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો હતો. જોકે દરિયામાં આવેલી મોટી ઓટમાં આ જહાજ અટવાઈ ગયું હતું અને નિયત સમયે તે ગંતવ્ય સ્થાને પહોંચી શક્યું નહોતું. ત્યારબાદ પાણીનો ભરાવો થતા આ જહાજ આગળ વધ્યું હતું.

સોલર સંચાલિત પ્રથમ રોપેક્ષ ફેરી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસનો ફરી પ્રારંભ થશે. જેમાં એક સાથે બે શિપ શરૂ કરાશે. નવી શિપ વોયેજર એક્સપ્રેસ ભારતની પ્રથમ અને સૌથી મોટી સોલાર સંચાલિત શિપ છે. જે માત્ર 3 કલાકમાં જ ઘોઘા પહોંચાડશે. સોલાર સિસ્ટમથી પ્રાપ્ત થતી વીજળીનો ઉપયોગ રોપેક્ષમાં ગેમઝોન, કેબીન, રૂમ ક્લબમાં કરવામાં આવશે. આ શિપમાં 100 કિલો વોટની સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોલાર પેનલની ઉત્પાદિત થનાર વીજળીનો ઉપયોગ એસી, ગેમ ઝોન અને કાફેટેરિયામાં કરવામાં આવશે. સોલાર પેનલને કારણે એક ટ્રીપમાં 500 લિટર ઉપરાંત ડીઝલની પણ બચત થશે. વોયેજ એક્સપ્રેસ જહાજમાં 75 ટ્રક, 70 કાર અને 50 બાઈકનો સમાવેશ કરવાની ક્ષમતા છે. વધુમાં રો-પેક્સ ફેરી શરૂ થવાની સાથે ટ્વિન સિટી ભાવનગર-સુરત વચ્ચે દોઢ માસથી જળમાર્ગે વ્યવહાર બંધ થયો છે, તે દિવાળી પહેલા શરૂ થતા વેપાર ધંધામાં પણ ફાયદો થવાની શકયતા છે.

Next Article