Bhavnagar: કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ની શાળાનો પ્રારંભ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી

|

Jul 26, 2021 | 6:45 PM

હવે વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિગમ પણ ઓનલાઈનના(Online) બદલે ઓફલાઈન (Offline Education) તરફ વધ્યો છે. ભાવનગરમાં અંદાજે 75 ટકા જેટલા વાલીઓએ પોતાના બાળકોને શાળાએ શિક્ષણ મેળવવા માટે તૈયાર થવાના સંમતિ પત્ર પણ આપ્યા છે.

Bhavnagar: કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ની શાળાનો પ્રારંભ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી
શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ

Follow us on

સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના (Corona Virus)ને કારણે શાળાઓ (School) સદંતર બંધ કરવાનો વારો આવ્યો હતો અને બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે વિકલ્પ રૂપે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં કોરોનાની ગતિ સાવ ધીમી થતાં ફરી ભાવનગર શહેર સહિત રાજ્યમાં આજથી ધોરણ 9થી 11માં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો હતો.

 

ત્યારે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિગમ પણ ઓનલાઈનના(Online) બદલે ઓફલાઈન (Offline Education) તરફ વધ્યો છે. ભાવનગરમાં અંદાજે 75 ટકા જેટલા વાલીઓએ પોતાના બાળકોને શાળાએ શિક્ષણ મેળવવા માટે તૈયાર થવાના સંમતિ પત્ર પણ આપ્યા છે અને આજે ભાવનગરની તમામ શાળાઓ સરકારની કોરોના ગાઈડલાઈન પ્રમાણે શરૂ થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

સમગ્ર દેશમાં કોરોનાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ભારે માઠી અસર ઉભી થવા પામી હતી. જોકે સરકાર પાસે શાળાઓ બંધ કરવા સિવાય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને કોઈ વિકલ્પ પણ ના હતો. જોકે હાલ ગુજરાતમાં બીજી લહેરે સર્જેલા વિનાશ બાદ હાલ કોરોનાના કેસમાં બહુ મોટો ઘટાડો આવ્યો છે. જનજીવન રાબેતા મુજબ ધીમે ધીમે પાટે ચડી રહ્યું છે ત્યારે આજથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે.

 

જેમાં 50 ટકાની ક્ષમતા સાથે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરી તેમના સંમતિપત્રક તપાસીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓ માટે માસ્ક સહિત તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. આ સિવાય વાલીઓના સંમતિ પત્રક સાથે વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ શરુ કરાવ્યો છે. કોરોનાને કારણે વર્ગમાં 50 ટકા ક્ષમતા સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.

 

વિદ્યાર્થી જે દિવસે આવે તેને તેના બીજા દિવસે આવવાનું રહેતું નથી, બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસ વાળા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ ઓડ ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ આ પદ્ધતિથી જ 9થી 11માં ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા વાલીઓના કહેવા પ્રમાણે બાળકો પર માનસિક અસર પડી રહી હતી.

 

બીજી તરફ વાલીઓ પણ બાળકોના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત હતા અને બાળકોના કેહવા પ્રમાણે ઓનલાઈન અભ્યાસ કરતા તેમને ઓફલાઈન અભ્યાસમાં મજા આવે છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેરિયરનું અને અભ્યાસમાં ખુબ જ મહત્વનું વર્ષ હોવાને લીધે ઓફલાઈન અભ્યાસ વધારે અનુકૂળ હોય તેવા સમયે સરકારે શાળાઓ શરૂ કરતાં વિદ્યાર્થીઓ ભારે ખુશ જોવા મળ્યા હતા અને દોઢ વર્ષથી સુમસામ બનેલી શાળાઓ આજે વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠી હતી.

 

આ પણ વાંચો : Surat: સુરતની આ હોસ્પિટલે 100 દીકરીઓને આપ્યા 1-1 લાખ રૂપિયાના બોન્ડ

Next Article