Bhavnagar : દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનશે, શું છે સ્ક્રેપ યાર્ડના ફાયદા-ગેરફાયદા ?

|

Aug 17, 2021 | 6:56 AM

ભાવનગરનું ચેમ્બર ઓફ કોમર્સ સરકારના વ્હીકલ સ્ક્રેપ યાર્ડના કાર્યક્રમમાં અમદાવાદ પહોંચ્યું હતું. સરકારે કચ્છ-ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિઓ સાથે MOU કર્યા છે.

Bhavnagar : દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનશે, શું છે સ્ક્રેપ યાર્ડના ફાયદા-ગેરફાયદા ?
file photo

Follow us on

Bhavnagar : શહેર જિલ્લામાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર વર્ચ્યુલ શરૂઆત કરીને સ્ક્રેપ યાર્ડના ધારાધોરણો નક્કી કર્યા છે. જોકે, હાલમાં આ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે.

જોકે, સ્ક્રેપ યાર્ડથી પ્રકૃતિને ફાયદો અને માનવજાતિને નુકસાન બંને છે. ભાવનગર જિલ્લામાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ હોવાથી અને હવે આવનારા દિવસોમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગર જિલ્લામાં બનતા રોજગારીની અનેક તકો પણ વધવાની શક્યતાઓ રહેલી છે.

ભાવનગરનું ચેમ્બર ઓફ કોમર્સ સરકારના વ્હીકલ સ્ક્રેપ યાર્ડના કાર્યક્રમમાં અમદાવાદ પહોંચ્યું હતું. સરકારે કચ્છ-ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિઓ સાથે MOU કર્યા છે.જેમાં ત્રણ ભાવનગરના ઉદ્યોગપતિઓ છે. જેમાં ભાવનગરની મોનો સ્ટીલ કંપની, મોડેસ્ટ કંપની અને માસ્કોટ કંપનીનો સમાવેશ થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગરની પસંદગી કેમ અને ક્યાં બનશે આ યાર્ડ ? ભાવનગર શહેરમાં હાલ કોઈ પણ સ્થળે વ્હીકલ સ્ક્રેપ યાર્ડનું નિશ્ચિત સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ભાવનગર અલંગમાંથી નીકળતા સ્ટીલ બાદ બીજું માધ્યમ દેશ અને વિદેશમાંથી આવતા ભંગાર થયેલા વાહનો છે.

ભાવનગરના ઘાંઘળી, માઢિયા અને અલંગ પાસે સરકારના તંત્ર દ્વારા જમીનો જોવામાં આવી છે. ભવિષ્યમાં સરકાર GIDC બનાવવા આગળ વધી શકે છે. હાલમાં સ્ક્રેપ યાર્ડ માટે જમીન ફાળવાઈ નથી, પણ કોઈ શરૂ કરવા માંગે તો ધારાધોરણ મુજબ પોતાની જમીનમાં સ્ક્રેપ યાર્ડનો પ્રારંભ કોઈ પણ સ્થળે જિલ્લામાં ઉભો કરી શકે છે. જો કે અલંગ પાસે બનવાની સંભાવનાઓ સૌથી વધુ છે.

સ્ક્રેપ યાર્ડના ફાયદા અને ગેરફાયદા, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે. અને જે કોઈ પોતાનું વાહન સ્ક્રેપમાં આપશે તે વ્યક્તિને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેના દ્વારા નવા વાહન ખરીદીમાં ટેક્સ સહિતની રાહતોનો લાભ લઇ શકાશે.

ફાયદા
1. સ્ક્રેપ યાર્ડ બનવાથી સરકારના 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં જશે અને ભાવનગર રોલિંગ મિલને દેશનો સ્ક્રેપ મળવાથી ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ નહિ કરવું પડે.

2. 15 વર્ષ પહેલાના વાહનો સ્ક્રેપમાં જવાથી રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઘટાડો આવશે જેથી બંધ પડતા વાહનોથી થતા ટ્રાફિક જામ કે અકસ્માત ઘટી જશે.

3. સૌથી મોટો ફાયદો પ્રકૃતિને થવાનો છે, જેમાં પ્રકૃતિની હવા શુદ્ધ થશે. હવામાંથી પ્રદુષણ ઘટી જશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હલ આવશે.

ગેરફાયદા
1. વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને સરકારના 15 વર્ષના જુના વાહનના કાયદાથી લોકોને ફરજીયાત વાહનો સ્ક્રેપમાં આપવા પડશે.

2. લોકોને નવા વાહનો ખરીદવા પડશે અથવા જુના ચલાવવા માટે સરકારના ધારાધોરણ મુજબ ચાલવું પડશે. કારણ કે, ફિટનેસ સર્ટિફિકેટ વાહનનું મળ્યા બાદ પણ આર્થિક ભારણ વધશે.

Published On - 6:56 am, Tue, 17 August 21

Next Article