BHAVNAGAR : લકઝુરિયસ ક્રુઝ Columbus અલંગ શીપ બ્રેકિંગમાં ભંગાવવા આવ્યું

|

Apr 10, 2021 | 12:56 PM

BHAVNAGAR : CORONAને કારણે સમગ્ર વિશ્વમાં Tourism ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. Cruise જહાજોના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ મોંઘા પડી રહ્યા છે.

BHAVNAGAR : લકઝુરિયસ ક્રુઝ Columbus અલંગ શીપ બ્રેકિંગમાં ભંગાવવા આવ્યું
કોલંબસ જહાજ

Follow us on

BHAVNAGAR : CORONAને કારણે સમગ્ર વિશ્વમાં Tourism ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. Cruise જહાજોના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ મોંઘા પડી રહ્યા છે. પરિણામે સારી કિંમત આવતા લકઝુરિયસ Cruise જહાજો ધડાધડ ભંગાવા માટે વેચવામાં આવી રહ્યા છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 5 Cruise જહાજ અત્યારસુધીમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે, અને ત્રણ મહિનાના સમયગાળા બાદ પુન: એક લકઝરિયસ Cruise શિપ ભંગાવવા માટે આવી પહોંચ્યુ છે.

જહાજમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

ALANG શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.61 એનબીએમ શિપબ્રેકર્સ દ્વારા ખરીદવામાં આવેલું 32 વર્ષ જૂનુ Cruise જહાજ અત્યંત્ય વૈભવી સુવિધાઓ ધરાવે છે. સીએમવી કોલમ્બસ નામના આ Cruise જહાજમાં કુલ 13 માળ આવેલા છે, તે પૈકી 11 માળમાં પેસેન્જર માટેની કેબિનો આવેલી છે. આ શિપમાં કુલ 773 કેબિનો આવેલી છે, તે 7 માળમા઼ છવાયેલી છે. 29058 મે.ટન વજન, 804 ફૂટ લંબાઇ, 105 ફૂટ પહોળાઇ ધરાવતા ક્રૂઝ શિપ કોલમ્બસમાં 700 ક્રૂ મેમ્બરો ફરજ બજાવી રહ્યા હતા, 4 રેસ્ટોરન્ટ, 8 બાર, 2 ઝાકૂઝી, 2 સ્વીમિંગ પૂલ, 12 લિફ્ટ, હેર બ્યૂટી સ્પા સલૂન, જીમ, થર્મલ સ્યૂટ, થિએટર, મેડિકલ સેન્ટર આવેલા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2017માં રિનોવેશન કરવામાં આવ્યું
Cruise મુસાફરીના શોખીનો માટે કોલમ્બસ જહાજ માનીતુ ગણવામાં આવતુ હતુ. અને તેની વોયેજ જાહેર થતાના ગણતરીના દિવસોમાં જ આખુ જહાજ બૂક થઇ જતુ હતુ. વર્ષ 2017માં જ હજુ આ જહાજને સંપૂર્ણપણે રીનોવેટ કરાવવામાં આવ્યુ હતુ અને તેમાં મોર્ડન ફેસીલીટીઓનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કર્ણિકા, ઓશન ડ્રીમ, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો જેવા લકઝરિયસ Cruise જહાજ તાજેતરમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે.

Next Article