BHAVNAGAR: જનાર્દન દાદાની અનોખી દેશભક્તિ, ફરી સૈનિકો માટે આપ્યું 1 કરોડનું દાન

|

Mar 24, 2021 | 11:39 PM

BHAVNAGAR: જાણીતા દાનવીર અને સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના અગ્રણી એવા જનાર્દન ભટ્ટ દ્વારા આજે નેશનલ ડિફેન્સ વિભાગમાં રૂપિયા 1 કરોડનું દાન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

BHAVNAGAR: જનાર્દન દાદાની અનોખી દેશભક્તિ, ફરી સૈનિકો માટે આપ્યું 1 કરોડનું દાન
જર્નાદન દાદાની દેશભક્તિ

Follow us on

BHAVNAGAR: જાણીતા દાનવીર અને સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના અગ્રણી એવા જનાર્દન ભટ્ટ દ્વારા આજે નેશનલ ડિફેન્સ વિભાગમાં રૂપિયા 1 કરોડનું દાન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના એડિશનલ ડી.જી.પી હસમુખ પટેલ ખાસ હાજર રહ્યા હતા. દાદા તરીકે ઓળખાતા જનાર્દન દાદાના આજે ફરી એક કરોડનું દાન અને એ પણ સૈનિકો માટે આપીને દેશભક્તિનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગરના ભૂતપૂર્વ બેંક કર્મચારી અને જાણીતા દાનવીર જનાર્દન ભટ્ટ દ્વારા આજે ફરી એક વખત દેશની સરહદ ઉપર રક્ષા કરનારા લશ્કરના જવાનો માટે રૂપિયા 1 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. આજે ભાવનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના એડિશનલ ડી.જી.પી હસમુખ પટેલ ખાસ હાજર રહ્યાં હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકરી વરુણ બરનવાલ અને ડીસ્ટ્રીકટ પ્રિન્સિપલ જજ પણ ખાસ હાજર રહ્યા હતા. જર્નાદન ભટ્ટ દ્વારા અગાઉ પણ લશ્કરના જવાનો માટે અને તેમના પરિવારો માટે તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના વિકાસ માટે 4.70 કરોડ નું દાન આપી ચુક્યા છે.

આજે ફરી એક વખત 1 કરોડનું દાનની જાહેરાત કરીને તેમને ચેક અર્પણ કર્યો હતો. જનાર્દન ભટ્ટ એસબીઆઈમાં હતા તે સમયે તેમને શેરમાં રોકેલા પૈસાનું બહુ મોટું વળતર મળેલ હોય જેના કારણે તેઓ માત્ર પોતાના નામે નહીં. પરંતુ એસબીએસના કર્મચારી પરિવારના નામે આ દાન કરી રહ્યા છે. આગામી દિવસોમાં જનાર્દન ભટ્ટ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ ના સગા સંબંધી માટે એક આવાસ બનાવી તેમાં જો સરકાર જગ્યા આપે તો પોતે 2.5 કરોડ નું દાન આપશે તેમ પણ જણાવ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભાવનગરમાં જનાર્દન ભટ્ટનું નામ હવે તેમની ઉદાર સખાવતના નામે જાણીતું બન્યું છે. એટલું જ નહીં પરંતુ તેમની આ રાષ્ટ્ર ભાવનાની સેવા અને ઋણ અદા કરવાની વાતને લઇને તેઓ દેશભરમાં પ્રખ્યાત બન્યા છે. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામા હાજર રહ્યાં હતા. અને જનાર્દન ભટ્ટની આ સેવાને બિરદાવી હતી. જનાર્દન ભટ્ટ આજે 88 વર્ષ ની ઉમ્મરે પણ પોતાની પાસે જે પૈસા છે તે ઉદાર હાથે રાષ્ટ્રના વિકાસ અને લશ્કરના જવાનો માટે દાન સ્વરૂપે આપી રહ્યા છે.

જનાર્દનદાદા અને તેમના 87 વર્ષીય ધર્મ પત્ની પદ્મા બા આજે પણ સામાન્ય ઘર અને સામાન્ય માણસની જેમ જીવન જીવી રહ્યા છે. હાલમાં દાદાનું 20 હજાર પેનશન આવે છે તેમાંથી 15 હજારમાં તેમનું સરસ ઘર ચાલે છે. જ્યારે તેમના જીવનની બચત તેમણે દેશના સીમાડા સાચવતા જવાનો માટે તેમના પરિવાર માટે અને સુરક્ષા દળો માટે સમર્પિત કરીને દેશભક્તિનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Next Article