ભાવનગરના ખેલાડીઓને મળશે હવે નેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ, 90 ટકા કામગીરી થઈ પૂર્ણ- વીડિયો
ભાવનગરના ખેલાડીઓની જે વર્ષોથી ફરિયાદ હતી કે શહેરમાં સારુ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી મળતુ. આ ફરિયાદનો હવે અંત આવશે. ભાવનગરમાં તૈયાર થઈ રહેલા નેશનલ કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
ભાવનગરના ક્રિકેટ ખેલાડીઓને હવે થોડા દિવસોમાં જ ક્રિકેટ ગ્રાઉન્ડ મળી જશે. ભાવનગરને હવે નેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ મળવા જઈ રહ્યુ છે. જેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. માત્ર 10 ટકા જ કામગીરી બાકી છે. જેનાથી ભાવનગર તેમજ આસપાસના જિલ્લાઓના યુવા ખેલાડીઓને આ ગ્રાઉન્ડનો લાભ મળશે.
ભાવનગરે રણજી ટ્રોફી તેમજ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ દેશને આપ્યા છે પરંતુ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે ભાવનગરમાં સારુ ક્રિકેટ ગ્રાઉન્ડ ન હોવાની સતત ખેલાડીઓની ફરિયાદ રહેતી હતી. જો કે હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આશરે 1.25 કરોડના ખર્ચે નેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાઈ રહ્યુ છે. જેનાથી યુવા ખેલાડીઓની ક્રિકેટનો લાભ મળશે તો હવે એ દિવસ દૂર નથઈ કે ભાવનગરમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર્સ તૈયાર થશે.
આ પણ વાંચો: જુનાગઢમાં માત્ર 2 દિવસમાં 3.85 લાખ લોકોએ પુરી કરી લીલી પરિક્રમા, જુઓ પરિક્રમાના આકાશી દૃશ્યો- વીડિયો
70 મીટર ત્રિજ્યામાં બનેલા આ ક્રિકેટમાં ગ્રાઉન્ડમાં 8 મેઈન વિકેટ અને 10 પ્રેકટિસ વિકેટ પણ તૈયાર થઈ છે. ક્રિકેટ રમતા ખેલાડીઓનુ માનવુ છે કે તેનાથી પ્રેકટિસમાં ખૂબ જ ફાયદો થશે. સાથે જ નેશનલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ પણ આ ગ્રાઉન્ડ પર રમાડી શકાશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો