Bhavnagar : જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશાલી, જાણો કયાં -કેટલો નોંધાયો વરસાદ ?

|

Sep 01, 2021 | 9:52 AM

લાંબા સમયના વિરામ બાદ રાજ્યભરમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Bhavnagar : જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશાલી, જાણો કયાં -કેટલો નોંધાયો વરસાદ ?
Bhavnagar: Farmers are happy with the universal cloud cover in the district, find out where - how much rain is recorded?

Follow us on

Bhavnagar : લાંબા સમયના વિરામ બાદ રાજ્યભરમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સિઝનનો આટલો નોંધાયો વરસાદ ?

ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે ઘોઘામાં એક ઇંચ અને ગારિયાધારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ભાવનગર, વલ્લભીપુર સહિતના પંથકોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 597 મી.મી. વરસાદ નોંધાતો હોય છે. અને તેની સામે ગઇકાલ સાંજ સુધીમાં કુલ 250 મી.મી. વરસાદ થઇ ચુકયો છે. એટલેકે સિઝનના કુલ વરસાદના 43 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભાવનગર શહેરમાં આટલો વરસાદ ખાબક્યો ?

ભાવનગર શહેરમાં માત્ર 8 મી.મી. વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગઇકાલ સાંજ સુધીમાં 8 મી.મી. વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 300 મી.મી. થયો છે. આજે ઘોઘામાં 18 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી નીચાણાવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ઘોઘામાં આજે 18 મી.મી. વરસાદ થવાથી સિઝનનો કુલ વરસાદ 240 મી.મી. થયો છે જે કુલ વરસાદના 39.15 ટકા થાય છે.

ગારીયાધાર પંથકમાં આટલો નોંધાયો છે વરસાદ ?

ગારિયાધાર પંથકમાં 13 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આ અડધા ઇંચ વરસાદથી ગારિયાધારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ 463 મી.મી. હોય છે તેની સામે આજ સુધીમાં 340 મી.મી. એટલે કે 73.49 ટકા વરસાદ વરસી ચુકયો છે. તો ગઇકાલ અને આજે વલ્લભીપુર અને સિહોરમાં 6 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં 5 મી.મી. મહુવા અને ઉમરાળામાં 4 મી.મી. તેમજ પાલિતાણામાં 3 તથા જેસરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો.

પહેલી સપ્ટેમ્બરે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. આજે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Gujarat : વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ઉંમરગામમાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો : Surat : ખારા પાણીની સમસ્યા ઉકેલવા હજીરાના કવાસ ગામની અનોખી પહેલ, વરસાદી પાણીના સંગ્રહ માટે 3 કરોડ લિટરની ક્ષમતાના બનાવ્યા બોર

 

Next Article