Bhavnagar : વય મર્યાદાના કારણે છુટા કરાયેલા સિક્યુરિટી ગાર્ડને ફરજ પર પાછા બોલાવવા કૉંગ્રેસની માગ

|

Aug 12, 2021 | 9:59 PM

કોરોના મહામારીમાં લોકો પાસે ધંધો રોજગાર રહ્યા નથી ત્યારે આવા કપરા સમયમાં માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાંથી છુટા કરાયેલ 16 સિક્યુરિટી ગાર્ડને નોકરી આપવામાં આવે તેવી કડક રજૂઆત કરવામાં આવી

Bhavnagar : વય મર્યાદાના કારણે છુટા કરાયેલા સિક્યુરિટી ગાર્ડને ફરજ પર પાછા બોલાવવા કૉંગ્રેસની માગ
Congress demands recall of security guards fired due to age limit

Follow us on

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સર.ટી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ ખૂબ જ સારી સેવા આપતા અને હાલ વય મર્યાદાના કારણે છુટા કરી દેવામાં આવેલ સિક્યુરિટી ગાર્ડને ફરી પાછા ફરજ પર લેવામાં આવે. માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી આવેદન પણ આપ્યું હતું, આવેદન આપતા સમયે હોસ્પિટલમાં આવેલા કાર્યકરો સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા

ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ આ સિક્યુરિટી સ્ટાફે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને મૃતકોને ખંભે ઉપાડી સ્મશાન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું તેમ છતાં પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ બ્રહ્મભટ્ટ સાહેબને કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે 50 વર્ષની વયમર્યાદાના નિયમ તો પહેલા પણ હતા એ સમયે તો એજન્સી દ્વારા તમામ સિક્યુરિટી ગાર્ડને રાખવામાં આવતા હતા તો એ સમયે તો કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા, તો પછી અત્યારે શા માટે રાખવામાં આવતા નથી ?

હાલ કોરોના મહામારીમાં લોકો પાસે ધંધો રોજગાર રહ્યા નથી ત્યારે આવા કપરા સમયમાં માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાંથી છુટા કરાયેલ 16 સિક્યુરિટી ગાર્ડને નોકરી આપવામાં આવે તેવી કડક રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં છુટા કરવામાં આવેલી ગાર્ડને શહેરની અન્ય જગ્યાએ નોકરી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. અને સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો – Ahmedabad: વોટ્સએપમાં ચેટમાં એવું તો શું થયું કે, નિવૃત આર્મી જવાનની કરાઈ કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો Bollywood Photos : ગ્રીન ચોલીમાં માધુરી લાગી રહી છે ખૂબ જ સુંદર, ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ

Published On - 9:57 pm, Thu, 12 August 21

Next Article