Bhavnagar: પોલીસ ભરતીના નવા નિયમોનો ઉમેદવારોએ કર્યો વિરોધ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

|

Mar 25, 2021 | 8:01 PM

Bhavnagar:  ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પોલીસ વિભાગની પી.એસ.આઈ, એ.એસ. આઇ અને કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે.

Bhavnagar: પોલીસ ભરતીના નવા નિયમોનો ઉમેદવારોએ કર્યો વિરોધ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ભાવનગરમાં પોલીસ ભરતીના નવા નિયમોનો વિરોધ

Follow us on

Bhavnagar:  ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પોલીસ વિભાગની પી.એસ.આઈ, એ.એસ. આઇ અને કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેની સામે Bhavnagarના ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમજ તાકીદે નવા નિયમો સુધારવા માંગ કરી છે. આ અંગે વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે જો નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો અમારે ન્યાય મેળવવા માટે નાછૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે.

 

આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા Bhavnagarમાં 300થી વધુ યુવક યુવતીઓ કલેકટર કચેરી ખાતે ઉમટ્યા હતા અને કલેકટરને આ મુદ્દે એક આવેદન પત્ર પાઠવ્યુ હતુ. ભાવનગરના યુવક યુવતીઓએ સરકારની નીતિ રિતી સામે રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલાં આ યુવકોની માંગ છે કે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડ પૂરી કરનાર તમામ ઉમેદવારોને પ્રાથમિક અને લેખિત પરિક્ષા માટે ક્વોલીફાઈડ ગણવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જ્યારે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભરતીમાં કોના ઈશારે નિયમો બનાવવામાં આવે છે આ ઉમેદવારોની એવી પણ માંગ છે કે સામાન્ય રીતે ફોર્મ ભરવાનો સમય 30 દિવસનો અપાય છે તો આ ભરતીમાં 15 દિવસનો સમય કેમ નક્કી કરાયો છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો સરકાર નિયમોમાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને આંદોલનનો માર્ગ અપનાવીશું.

 

ગુજરાતમાં સરકારી નોકરીઓની જાહેરાતની રાહ જોઈને બેઠેલા યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે. પરંતુ ભરતી પૂર્વે રચવામાં આવતી નિયમોની માયાજાળને લીધે પ્રથમ ભરતીમાં સામેલ થયેલા યુવાનો બીજી ભરતીમાં ફોર્મ પણ ભરી શકતા નથી. આવો જ એક કિસ્સો હાલમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પોલીસની ભરતીને લઈને સામે આવ્યો છે.

 

જેમાં રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નવા નિયમો પ્રસિદ્ધ  કરીને યુવાનોને સરકારી નોકરીમાં મળતી તકો ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકારે પણ દરેક ભરતીના સમયગાળાને લઈને એક સરખા નિયમોનો અમલ કરવો જોઈએ તેવી માંગ પણ નોકરી માટે અરજી કરતાં યુવાનો કરી રહ્યાં છે. આ  ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી તમામ ભરતીમાં પારદર્શિતા આવે તેવી માંગ પણ આ ઉમેદવારોએ કરી છે.

 

આ પણ વાંચો: Bhavnagar: કલેકટર કચેરી ખાતે મોંઘવારીને લઈને મહિલા અને બાળકોનું વિરોધ પ્રદર્શન

Published On - 8:00 pm, Thu, 25 March 21

Next Article