ભરૂચના લિંકરોડ-ગોદીરોડ ફરી બન્યા બિસ્માર, ખાડાવાળા રસ્તાને ભ્રષ્ટાચાર સાથે સરખાવતી કોંગ્રેસ

|

Sep 21, 2020 | 3:10 PM

ભરૂચમાં રસ્તાના સમારકામ ઉપર ફરી પાણી ફરી વળ્યું છે. બિસમાર રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓમાં કરાયેલ પુરાણ તાજેતરના વરસાદમાં ફરી ધોવાઈ જતા ફરી ડિસ્કો રોડનું નિર્માણ થયું છે. ભરૂચના રસ્તાઓ ફરી ઉબડખાબડ બન્યા છે.ક્યાંક રસ્તા ધોવાય છે તો ક્યાંક વધુ પડતા પુરાણથી રસ્તા ઉબડખાબડ બન્યા છે. ભરૂચ શહેરના લીંકરોડ અને ગોદીરોડ વિસ્તારમાંથી તો પસાર થવું જાણે […]

ભરૂચના લિંકરોડ-ગોદીરોડ ફરી બન્યા બિસ્માર, ખાડાવાળા રસ્તાને ભ્રષ્ટાચાર સાથે સરખાવતી કોંગ્રેસ

Follow us on

ભરૂચમાં રસ્તાના સમારકામ ઉપર ફરી પાણી ફરી વળ્યું છે. બિસમાર રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓમાં કરાયેલ પુરાણ તાજેતરના વરસાદમાં ફરી ધોવાઈ જતા ફરી ડિસ્કો રોડનું નિર્માણ થયું છે.

ભરૂચના રસ્તાઓ ફરી ઉબડખાબડ બન્યા છે.ક્યાંક રસ્તા ધોવાય છે તો ક્યાંક વધુ પડતા પુરાણથી રસ્તા ઉબડખાબડ બન્યા છે. ભરૂચ શહેરના લીંકરોડ અને ગોદીરોડ વિસ્તારમાંથી તો પસાર થવું જાણે પડકારજનક બની રહ્યું છે. ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અકસ્માતનો પણ સતત ભય વર્તાય છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભરૂચ શહેર કોંગ્રેસ ફરી રસ્તા ધોવાઈ જતા મામલાને ભ્રષ્ટાચાર સાથે સરખાવી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત સોખીએ જણાવ્યું હતું કે રસ્તાના વારંવાર સમારકામથી પ્રજાના નાણાંનો વ્યય થાય છે. અગાઉ કરાયેલ સમારકામનું ધોવાણ એ ગોબાચારી છે. નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળાએ જણાવ્યું હતું કે ૨ દિવસ અગાઉ રાતે ભારે વરસાદ પડવાથી કેટલાક રસ્તા ધોવાયા છે.પાલિકા શહેરીજનોને સમસ્યા ન પડે તે માટે ખ્યાલ રાખી રહી છે.

આ પણ વાંચોઃમુંબઈની NCB ઓફિસમાં આગ, રિયા ડ્રગ્સના કેસની તપાસ કરે છે NCB

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article