
રેલવે દ્વારા વડોદરા, આણંદ, ભરૂચ અને એકતા નગર રેલ્વે સ્ટેશનો પર સેનેટરી પેડ વેન્ડીંગ મશીનો લગાવવામાં આવ્યા છે. રેલવે દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે ભારતીય રેલ્વે હંમેશા તેના મુસાફરોની મુસાફરીને સુખદ બનાવવાનો સતત પ્રયત્ન કરે છે. આ શ્રેણીમાં વધુ એક પગલું ભરતાં વડોદરા ડિવિઝન પર મહિલા મુસાફરોની જરૂરિયાતો, તેમના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વડોદરા, આણંદ, ભરૂચ અને એકતાનગર સ્ટેશનો પર સેનેટરી પેડ વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ મશીનો દ્વારા તેઓ સેનેટરી પેડ્સ , ફેસ માસ્ક, બેબી ડાયપર વગેરે મેળવી શકશે. આ મશીનો લગાવવા માટે એક સંસ્થા સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે જેમાં રેલવે પ્રશાસનને વાર્ષિક રૂપિયા 1.60 લાખની આવક થશે.
આ પણ વાંચો : Railway News: ભુસાવળમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર
પીરિયડ્સ દરમિયાન મુસાફરી કરતી મહિલાઓની સુવિધા માટે રેલ્વે દ્વારા સ્ટેશનો પર મહિલા શૌચાલય અને વેઇટિંગ હોલમાં સેનિટરી નેપકીન વેન્ડિંગ મશીનો સ્થાપિત કર્યા છે. આ પહેલની સાથે જ સ્ટેશનને સંપૂર્ણપણે મહિલા મૈત્રીપૂર્ણ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ મશીનમાંથી સેનેટરી પેડ્સ , ફેસ માસ્ક, બેબી ડાયપર વગેરે મેળવી શકાય છે. પશ્ચિમ રેલવે (WR) અનુસાર મહિલા મુસાફરો ઉપરાંત મહિલા કર્મચારીઓ માટે સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન જરૂરિયાત સમયની સુવિધા બની રહેશે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સાર્વજનિક સ્થળોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત તેમને સેનેટરી નેપકીન માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. મોટાભાગની મુસાફરી કરતી મહિલાઓને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં રેલવે તરફ લેવાયેલું આ પગલું પ્રસંશનીય માનવામાં આવી રહ્યું છે જ્યારે વિશ્વને સ્વચ્છતા પ્રદાન કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય અને મુસાફરીને અનુકૂળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:26 am, Thu, 30 March 23