જંબુસરમાં DJ ના કંપનથી ધરાશાયી થયેલી દીવાલ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત નીપજ્યું

|

Jan 31, 2023 | 8:48 PM

જંબુસર તાલુકાના અણખી ગામે એક ડીજે એ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંકળી ગલીમાં ડીજેના કંપનોથી દીવાલ તૂટી પડતા વરરાજાની માસીનું જ મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાનકડા આણખી ગામે લગ્નનો પ્રસંગ હતો

જંબુસરમાં DJ ના કંપનથી ધરાશાયી થયેલી દીવાલ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત નીપજ્યું
The woman died after being crushed under the wall

Follow us on

જંબુસર તાલુકાના અણખી ગામે ડીજેના કંપનથી દીવાલ ધરાશાયી થતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગમાં મંગાવાયેલ ડીજે સાંકડી ગલીઓમાં ફેરવવામાં આવ્યું હતું. ઊંચા અવાજે વગાડાયેલા ડીજેના કંપનથી દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને ઉભેલા લોકો કાટમાળમાં દબાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ એક મહિલાનું મોત નીપજ્યું હતું. ડીજે એ લગ્નના આનંદનેને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે.

જંબુસર તાલુકાના અણખી ગામે એક ડીજે એ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંકળી ગલીમાં ડીજેના કંપનોથી દીવાલ તૂટી પડતા વરરાજાની માસીનું જ મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાનકડા આણખી ગામે લગ્નનો પ્રસંગ હતો. ગામમાં માંડવો બંધાવવા સાથે ગ્રામજનોમાં પણ આંનદ હતો. વીનુંભાઈ નાગજીભાઈ પટેલને ત્યાં દીકરાના લગ્ન હતા.સોમવારની સાંજે લગ્નની વિધિનો  આંનદ- ઉલ્લાસ જોરશોરમાં ચાલી રહ્યો હતો. આઇસર ટેમ્પામાં ડી.જે. ધામધૂમથી ગામમાં નીકળ્યું હતું. ગામની સાંકડી ગલીઓમાં નાચ ગાન સાથે લગ્નની વિધિમા ડીજે સાથે આઇસર ટેમ્પો ફરી રહ્યો હતો. વિક્રમભાઈ ગુમાનભાઈ ઠાકોરના ઘર પાસે ડીજેનો ટેમ્પો પહોંચ્યો હતો. કેટલાક જાનૈયા તેઓના ઘરની દીવાલને અડીને ઉભા હતા. બે સાંકડી દીવાલો વચ્ચે ગલીમાં ડીજે  જોરશોરથી વાગતા DJ ના કંપનથી મકાનની દીવાલ તૂટી પડી હતી. આ ઘટનામાં દીવાલને અડીને ઉભેલા  લોકો દબાઈ જતા દોડધામ મચી હતી.તાત્કાલિક ડીજે બંધ કરી દીવાલ નીચે ફસાયેલા સહિત ઇજાગ્રસ્ત 5 લોકોને બહાર કાઢી તાત્કાલિક જંબુસરની અલમહમૂદ હોસ્પિટલ ખસેડાય છે. ટૂંકી સારવાર દરમિયાન વરરાજાની માસીનું જ મોત નીપજ્યું  હતું. ઘટનાને લઈ લગ્નનો પ્રસંગ તેમજ માંડવામાં કલ્પાંત સાથે માતમ ફેરવાઇ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં ડીજે માટે પુર્વ મંજુરી ફરજીયાત બનાવાઈ છે

માર્ગો-જાહેરસ્થળો પર ધ્વનિ પ્રદુષણ રોકવા ડીજે માટે પુર્વ મંજુરી ફરજીયાત બનાવવા નિયમ ઘડવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળે ઉપયોગમાં લેવાતા લાઉડ સ્પીકર અને ડીજેનો અવાજ પણ સંકુલથી બહાર ન નીકળવો જોઈએ તેવી તાકીદ કરવામાં આવી છે. અમદાવાદમાં પોલીસ દ્વારા ગત 20મી જાન્યુઆરીએ પરીપત્ર જાહેર કરીને જાહેરસ્થળોએ પરવાનગી વગર સંગીતના સાધનો અને ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે માટે પુર્વ મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે.

Next Article