આજથી નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી, જાહેરનામાના અમલીકરણ માટે તંત્રના જાગવાનો ઇંતેજાર

|

May 26, 2022 | 3:22 PM

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા અકસ્માતોની સમસ્યા દૂર કરવા ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ ભારે વાહનોને પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે. સરકારના આ નિર્ણયથી સરકારી ભરૂચ - અંક્લેશ્વરવાસીઓમાં રાહતની લાગણી છે પણ સરકારી એસ.ટી. તંત્ર નિરાશ થયું છે.

આજથી નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી, જાહેરનામાના અમલીકરણ માટે તંત્રના જાગવાનો ઇંતેજાર
નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થઇ રહયા છે

Follow us on

જુના નેશનલ હાઇવે (Old Nation Highway) ઉપર ટ્વીન સીટી ભરૂચ(Bharuch) – અંકલેશ્વર (Ankleshwar)ને જોડતો નર્મદા મૈયા બ્રિજ આકાર પામ્યો છે. આ બ્રિજના લોકાર્પણ બાદ સમયાંતર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એકતરફ તંત્રએ લોકસુખાકારી વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો તો બીજી તરફ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક સ્તરે વધવા લાગી હતી. અભ્યાસ દરમ્યાન ટોલ બચાવવાની લાલચમાં શહેરમાં પ્રવેશતા વાહનો આ અકસ્માતો પાછળ મોટી ભૂમિકા ભજવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ 15 દિવસ માટે બ્રિજ ઉપરથી ભારે વાહનોના પસાર થવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે તો આજે જાહેરનામાના અમલીકરણના પ્રથમ દિવસે પ્રતિબંધની કોઈ અસર નજરે પડી ન હતી.

જાહેરનામા અનુસાર આજથી 6 જૂન 2022 સુધી નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. આ બ્રિજના લોકાર્પણ બાદ પહેલા એસટી બસને છૂટ મળી હતી જે બાદ લકઝરી બસ અને મોટી ટ્રક પણ આ માર્ગ ઉપરથી પસાર થવા લાગી હતી. મોટા વાહનો હાઇવે ઉપરના ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ  અને ટોલના ખર્ચમાં ફાયદાના બેવડા લાભ માટે પૂલ ઉપરથી વાહન પસાર કરવાનું શરૂ કર્યું હતું. બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા અકસ્માતોની સંખ્યા પણ વધી હતી. જુના નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યા ચણિતજનક સ્તરે પહોંચવા લગતા આખરે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એસટી વિભાગને લાખોનું ભારણ વધશે

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા અકસ્માતોની સમસ્યા દૂર કરવા ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ ભારે વાહનોને પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે. સરકારના આ નિર્ણયથી સરકારી ભરૂચ – અંક્લેશ્વરવાસીઓમાં રાહતની લાગણી છે પણ સરકારી એસ.ટી. તંત્ર નિરાશ થયું છે. સૂત્રો અનુસાર વિભાગના રોજનું 1.45 લાખ રૂપિયાનું વધારાનું ભારણ સહન કરવું પડશે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

જુના નેશનલ હાઇવેમાં ભરૂચ નજીક નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ 11 મહિનાથી સેવા આપી રહ્યો છે. આ બ્રિજનો આ સમયગાળા દરમ્યાન સરકારી એસ.ટી. તંત્ર અને તેના મુસાફરોને સારો લાભ મળ્યો હતો. વિભાને ઇંધણના ખર્ચમાં તો મુસાફરોને સમયમાં બચતનો લાભ મળ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ટોલ ટેક્સ અને ડીઝલની બચત થતી હતી. મુસાફરોને પણ વડોદરા-સુરત વચ્ચે નર્મદા મૈયા બ્રિજના કારણે ઝડપી અને સમય બચાવતી સફર મળતી હતી.

 

 

Published On - 3:20 pm, Thu, 26 May 22

Next Article