શું ગુનેગારો જેલમાંથી ફોન પર નેટવર્ક ચલાવે છે? એક મહિનામાં બીજી વખત સબજેલમાંથી મોબાઈલ ફોન ઝડપાયા

|

Apr 09, 2022 | 6:42 PM

ભરૂચ સબજેલમાં અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું. શુક્રવારે બપોરે હાથ ધરેલા ચેકીંગમાં બે મોબાઈલ અને એક સીમકાર્ડ મળી આવ્યા હતા. ફોનના ઉપયોગ અંગે હકીકત ભાર લાવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

શું ગુનેગારો જેલમાંથી ફોન પર નેટવર્ક ચલાવે છે? એક મહિનામાં બીજી વખત સબજેલમાંથી મોબાઈલ ફોન ઝડપાયા
ભરૂચ સબ જેલ

Follow us on

તાજેતરની આઇપીએસ અધિકારીઓની બદલી(Gujarat IPS Transfer) બાદ સ્થાનિક પોલીસતંત્રનું સંપૂર્ણ ફોક્સ દારૂ – જુગાર સહિતની બદીઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું દેખાઈ રહ્યું છે. પોલીસની બુટલેગરો સામે કાર્યવાહીની ઝુંબેશ વચ્ચે ભરૂચની સબજેલમાં કેદીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ટૂંકા સમયગાળામાં સતત બીજા મહિને ભરૂચની સબજેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ જોતા ગુનેગારો પોતાના ગુનાનું નેટવર્ક જેલમાં બેઠા ફોન ઉપરથી ચલાવતા હોવાની હકીકત નકારી શકાય નહિ.આજની ઘટના બાબતે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભરૂચ સબજેલમાં અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું. શુક્રવારે બપોરે હાથ ધરેલા ચેકીંગમાં બે મોબાઈલ અને એક સીમકાર્ડ મળી આવ્યા હતા. ફોનના ઉપયોગ અંગે હકીકત ભાર લાવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આ અગાઉ માર્ચ મહિનામાં સ્કવોર્ડ દ્વારા કરાયેલ ચેકીંગમાં જેલમાંથી 2 મોબાઈલ અને 2 સીમ ઝડપાયા હતા.

સૂત્રો અનુસાર અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર (ગ્રુપ 2) ના અધિકારી દેવશી કરંગીયા તેમના 6 જવાનોની ટીમ સાથે શુક્રવારે બપોરે ભરૂચ સબજેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. જેલ ઇન્ચાર્જ અધિક્ષક- ડ્યુટી જેલર અને સ્ટાફને સાથે રાખી ભરૂચ જેલમાં 3 કલાકથી વધુ સમય સુધી બેરેકોને ધમરોળાયા હતા. અધિકારીને મોબાઈલ ફોન ચેકીંગ શરૂ કરવાની 10 મિનિટમાં જ મળી ગયા હતા. સર્કલ 22 ની બેરેક C1 અને B11 વચ્ચેથી સેમસંગ કંપનીનો મોબાઈલ અને C 22 ની બેરેકના બાથરૂમમાંથી સીમ સાથેનો ઓપો કંપનીનો મોબાઈલમાં મળી આવ્યો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઝડતી સ્કવોર્ડએ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ગંભીર ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ઝડપાયેલા 2 મોબાઈલ અને 1 સીમકાર્ડ જેલમાં કેવી રીતે? કોની મદદથી આવ્યા? અને આ મોબાઇલફોનનો  ઉપયોગ બેરેકના 29 કેદીઓ પૈકી કોણે  કર્યો? આ પ્રશ્નોના જવાબ શોધવાની કવાયત અને તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત 6 માર્ચે પણ ઝડતી સ્કવોર્ડના ચેકીગમાં 2 મોબાઈલ અને 2 સીમ મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  ANKLESHWR માં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

 

આ પણ વાંચો : ડિમોલિશનના નામે 368 પરિવારોને રસ્તે રઝળતા કરી દેવાયાનાં આક્ષેપ સાથે અસરગ્રસ્તો ગરીબીની નનામી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Next Article