ANKLESHWR માં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ભંગારના ગોડાઉનમાં કઈ રીતે આગ લાગી તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. સદનશીબે સ્ક્રેપના વેપારી અને તેના કર્મચારીઓ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સલામત બહાર નીકળી જતા ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:30 PM

ભરૂચ(BHARUCH) જિલ્લામાં અંકલેશ્વર (ANKLESHWAR)નેશનલ હાઇવે નજીક આવેલા સ્કેપ માર્કેટમાં આગ (FIRE IN SCRAP MARKET)ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. સ્ક્રેપ માર્કેટ તરીકે ઓળખાતા ન્યુ ઇન્ડિયા માર્કેટમાં બપોરના સુમારે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રારંભે સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરાયો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બેકાબુ બનતી આગ અન્ય ગોડાઉનોને ઝપેટમાં લે તેવો ભય ઉભો થતા ફાયરબ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ૨ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.

રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ભંગારના ગોડાઉનમાં કઈ રીતે આગ લાગી તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. સદનશીબે સ્ક્રેપના વેપારી અને તેના કર્મચારીઓ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સલામત બહાર નીકળી જતા ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે બનતી આગની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક શંકા પણ ઉભી કરી રહી છે. આગની ઘટના સંદર્ભે પોલીસ , પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમોએ સ્વતંત્ર તપાસ શરુ કરી છે.

આગ લાગી તે સમયે ગોડાઉનમાં કોઈ જોખમી રસાયણના ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગમાં બેરલ , બેગ કે અન્ય ચીજો હતી કે કેમ અને તે આગની ઝપેટમાં આવી છે કે કેમ? જેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. આ ઘટના કેમ બની અને તે કેટલી જોખમી છે તેની હકીકત આગ બુઝાયા બાદ સંલગ્ન ટિમની ઘટનાસ્થળની મુલાકાટ બાદજ બહાર આવશે.

આ પણ વાંચો : Bhavnagar: મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક પણ ભાવ તળિયે, ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતોની માગણી

આ પણ વાંચો :  Kutch જિલ્લા પાણી સમિતિની બેઠક મળી, વિધાનસભા અધ્યક્ષે લોકોને પૂરતુ પાણી મળે તેની વ્યવસ્થા જાળવવા સૂચન કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">