Divyang Old Age Home : રાજ્યના પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ “પ્રભુના ઘર”નું મુખ્ય પ્રધાન ભૂમિપૂજન કરશે, વૃદ્ધોને લાચારી નહીં પણ રિસોર્ટ જેવી અલાયદી સુવિધાઓ મળશે

Divyang Old Age Home : રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ કલેક્ટર તુષાર સુમેરાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે અગત્યની સુચનાઓ પણ આપી હતી.

Divyang Old Age Home : રાજ્યના પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ પ્રભુના ઘરનું મુખ્ય પ્રધાન ભૂમિપૂજન કરશે, વૃદ્ધોને લાચારી નહીં પણ રિસોર્ટ જેવી અલાયદી સુવિધાઓ મળશે
Chief Minister will lay the foundation stone of Divyang Old Age Home
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:20 AM

Divyang Old Age Home : રાજ્યનો પહેલો દિવ્યાંગ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ ભરૂચમાં આકાર લઈ રહ્યો છે. પુણ્ય સલિલા નર્મદા નદીના કિનારે સાડા 9 વીંઘા જમીન ઉપર કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે ગુજરાતના મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ વિશ્વના આ પેહલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમ પ્રભુના ઘરના ભૂમિપૂજન માટે 19 ફેબ્રુઆરીએ પધારી રહ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૌરાણિક નગરી ભરૂચ હવે દિવ્યાંગો માટે અલાયદા આશ્રય સ્થાન તરીકે ઓળખ હાંસલ કરવા જઈ રહ્યું છે.

ભરૂચ તેની પવન ભૂમિ ઉપર 1.65 લાખ ચોરસ ફૂટમાં આકાર પામનાર Divyang Old Age Home નું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભરૂચમાં દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો અને ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે અનેક આશ્રમો આવેલા છે પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ અલાયદું આશ્રયસ્થાન નથી. જેને મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના રહીશ પદ્મશ્રી કનુભાઈ ટેલરે ઝડપ્યું છે.

ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુ ટેલર 200 દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. આ વૃદ્ધાશ્રમ રિસોર્ટની અનુભૂતિ કરાવશે જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન સહિતની 49 અલાયદી સુવિધા અને સવલતો ઉપલબ્ધ રહેશે

ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024

દિવ્યાંગ વૃદ્ધો માટેના વૃદ્ધાશ્રમની વિશેષતાઓ

દિવ્યાંગ વૃદ્ધો માટેના વૃદ્ધાશ્રમમાં વિશાલ મુખ્ય પ્રવેશ દ્વાર , ફીચર વોલ, કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ, એડમિન ઓફિસ, સ્વચ્છ ટોયલેટ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ, અધ્યક્ષનું કાર્યાલય , ગોશાળા, કમળના તળાવ સાથેનું મંદિર, સ્વિમિંગ પૂલ, ગેમ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ, મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝીયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સલિંગ રૂમ , હાઉસકીપિંગ, લોન્ડ્રી, મલ્ટિપર્પઝ રૂમ, પાથવે જેવી સુવિધાઓ હશે.

જિલ્લા કલેકટરે સ્થળ મુલાકાત સાથે આયોજન અંગે બેઠક યોજી

રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ કલેક્ટર તુષાર સુમેરાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે અગત્યની સુચનાઓ પણ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">