Burning Car : અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

|

May 24, 2022 | 10:10 AM

કારના  ચાલકના જણાવ્યા અનુસાર અંકલેશ્વર નજીક કારના એન્જીનમાં ઓવર હીટ ઇન્ડિકેટર વોર્નિંગ આપવા માંડ્યું હતું. કારનો ચાલક પરિસ્થિતિને સમજે તે પહેલાજ બોનેટમાં ભડકો થયો હતો.

Burning Car : અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો
અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી

Follow us on

આજે વહેલી સવારે નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. શિરડી(Shirdi) દર્શન કરી વડોદરા પરત જતા પરિવારની કારમાં અંકલેશ્વર(Ankleshwar)ના મોતાલી ગામ નજીક ટ્રક સાથે ટક્કર બાદ અચાનક આગ ફાટી નીકળી(Burning Car) હતી જેણે ગણતરીની પળોમાં આખી કારને અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી. ઘટના સમયે કારમાં 5 લોકો સવાર હતા જે સમયસર બહાર નીકળી જવામાં સફળ રહેતા તમામનો બચાવ થયો હતો જોકે કારમાં રોકડ સહિતનો સમાન સ્વાહા થઇ ગયો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની નોંધ કરી કારમાં આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન

 

 

આજે સવારે 7 વાગ્યાના અરસામાં અંકલેશ્વર ફાયર બ્રિગેડને કારમાં આગ લગતા મદદ માટે કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડ રવાના થાય તે પહેલા વધુ એક કોલ મળ્યો જેમાં આખી કાર આગમાં બળીને ખાક થઇ ગઈ હોવાનું જણાવાયું હતું. ઘટનાની વાત કરીતો વડોદરાનું પરિવાર શિરડી ખાતે સાંઈબાબાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યું હતું. સુરતના કામરેજ ખાતે થોડો સમય વાહન અને કાર ચાલકને આરામ અપાયા બાદ પરિવાર આગળ વધ્યું હતું.

કારના  ચાલકના જણાવ્યા અનુસાર અંકલેશ્વર નજીક કારના એન્જીનમાં ઓવર હીટ ઇન્ડિકેટર વોર્નિંગ આપવા માંડ્યું હતું. કારનો ચાલક પરિસ્થિતિને સમજે તે પહેલાજ બોનેટમાં ભડકો થયો હતો. અચાનક એન્જીનમાં આગ નજરે પડતા ડ્રાઇવર ગભરાઈ ગયો હતો જેણે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ કાર આગળ દોડતી ટ્રક સાથે ભટકાઈ ગઈ હતી. આ ટક્કર સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું .

ઘટના સમયે વાહનમાં 5 લોકો સવાર હતા. બીજી તરફ આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. વાહન થોભ્યું કે તુરંત કારમાં સવાર પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર પરિવારના બહાર નીકળવાના ગણતરીના સમયમાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. પરિવાર તમામ સમાન પણ બાહર કાઢી શક્યો ન હતો. વાહનમાં લાગેલી આગમાં રોકડ સહીત સમાન બળીને ખાક થઇ ગયો છે. ઘટના સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની નોંધ કરી કારમાં આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.

 

Published On - 10:06 am, Tue, 24 May 22

Next Article