ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે અનેઆધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે. જો કે ચર્ચા એવી પણ છે કે ટૂંક સમયમાં જ જાહેર સંમેલન દરમિયાન મહેશ વસાવા કેસરિયા કરી શકે છે. આગામી દિવસમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે. મહેશ વસાવાએ કહ્યું કે, આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે.
આ તરફ ઈન્ડિયા ગઠબંધને ભરૂચથી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે ત્યારે શું ભાજપ ચૈતર વસાવાના તોડ તરીકે મહેશ વસાવાને જોઈ રહી છે? તેવુ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકને લઈને પેચ ફસાયેલો છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં પણ રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે અને કહેવાય છે કે ચૈતર વસાવાને ટક્કર આપવા માટે કોઈ મજબુત ચહેરા તરીકે ભાજપ મહેશ વસાવાને ટિકિટ આપી શકે.
મહેશ વસાવા એ ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. BTPના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી એટલે કે સતત 35 વર્ષ સુધી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પિતા-પુત્રની જોડીએ એક જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમના નાના પુત્ર દિલિપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 17 દિવસ સુધી ચાલેલા આ પારિવારિક વિખવાદ બાદ અંતે મહેશ વસાવાએ એવુ કહીને તેમની ઉમેદવારી પરત લીધી હતી કે પપ્પા સામે કોઈ પાર્ટીનો ઉમેદવાર ટકી ન શકે. તે આદિવાસીઓના મસીહા છે. જો કે 35 વર્ષ વર્ષથી એકહથ્થુ શાસન કરનારા છોટુ વસાવાની ભાજપના રિતેશ વસાવા સામે હાર થઈ હતી.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એ ચૂંટણીમાં એ પિતાપુત્રની જોડા માત્ર બે જ વિજેતા હતી.
ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સૌથી મજબૂત ચહેરો છે. પાંચ બેઠકોમાં સૌથી વધુ લીડથી ચૈતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતા પણ વધી ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતા કોઇ અન્ય સ્થળ ના હોઇ શકે. તેના પાછળના કારણો પણ જાણી લો
હવે જોવાનુ એ રહેશે કે જો BTP આ લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરે છે અને ભાજપ ભરૂચથી મહેશ વસાવાને ટિકિટ ઉતારે છે કે કેમ!
Input Credit- Vishal Pathak- Narmada
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:47 pm, Fri, 1 March 24