Breaking News : ખેતી મૂકીને જુગારના રવાડે ચડ્યા? હાંસોટના ઓભા ગામમાં ખાનગી વાહનમાં પહોંચેલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી

ભરૂચ : હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ કર્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના આધારે કાર્યવાહી કરાઈ છે

Breaking News : ખેતી મૂકીને જુગારના રવાડે ચડ્યા? હાંસોટના ઓભા ગામમાં ખાનગી વાહનમાં પહોંચેલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી
| Updated on: Jun 27, 2026 | 11:21 AM

ભરૂચ : હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ કર્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓ અન્વયે આ રેડ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ હાંસોટ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખરચ ઓ.પી. વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

ખાનગી વાહનમાં પોલીસ પહોંચી

બાતમી મળતા જ પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને બે પંચોને સાથે રાખ્યા હતા અને ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. તપાસ કરતા જુના ઓભા ગામની ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળીને પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કુલ છ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ હાંસોટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ આરોપીઓની ધરપકડ કરાઈ

  1. રાજેન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ. ૩૭)
  2. આશિષભાઈ પ્રાણજીવનભાઈ પટેલ (ઉ.વ. ૫૬)
  3. મનહરભાઈ અંબુભાઈ પટેલ (ઉ.વ. ૫૬)
  4. નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ (ઉ.વ. ૩૧)
  5. સિધ્ધાર્થકુમાર હર્ષદભાઈ પટેલ (ઉ.વ. ૩૪)
  6. નગીનભાઈ બાલુભાઈ પટેલ (ઉ.વ. ૬૫)

રૂપિયા ૧.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત

આ તમામ આરોપીઓ જુના ઓભા ગામ, તાલુકો હાંસોટ, જીલ્લો ભરૂચના રહેવાસી છે અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દાવ પરના અને અંગ ઝડતીના રોકડા , મોબાઈલ ફોન, એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા ૧,૨૯,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

હાંસોટ પોલીસે કાર્યવાહી કરી

આ સફળ ઓપરેશન રેડમાં હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવા સાથે એ.એસ.આઇ. પિયુષભાઇ દિલાવરભાઇ, મનિષભાઈ શાંતિલાલ તેમજ આશીષભાઈ સોમાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

આ પણ વાંચો : હાલનો ઘટાડો તો માત્ર ટ્રેલર છે… ગ્લોબલ માર્કેટમાં અચાનક બદલાયું ‘સમીકરણ’, સોનાના ભાવ આસમાને પહોંચવાના સંકેત

Published On - 10:54 am, Sat, 27 June 26

Follow Us