
પોલીસ તંત્ર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની નજર આ અદાલતી કાર્યવાહી પર મંડાયેલી છે જોકે જજ રજા પર હોવાથી આ કેસમાં આજે ચૈતર વસાવા કોર્ટમાં આવશે નહિ
મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના આજે અદાલતમાં હાજર ન રહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કેસની સુનાવણી કરનાર જજ સાહેબ રજા પર છે. ન્યાયાધીશની ગેરહાજરીના કારણે આજે કોઈ કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકી નથી અને પરિણામે કોર્ટ દ્વારા કેસની સુનાવણી અટકાવી નવી મુદત પાડવામાં આવી છે.
આ સમગ્ર મામલો જુલાઈ ૨૦૨૪ દરમિયાનનો છે, જ્યાં ચૈતર વસાવા પર પોલીસ પ્રશાસનની છબી ખરડવાનો આક્ષેપ થયો હતો. આ મામલે પોલીસકર્મીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ભરૂચ કોર્ટે અગાઉ પણ નોટિસ જારી કરી હતી. જોકે, જેતે સમયે નોટિસની યોગ્ય બજવણી ન થવાના ટેકનિકલ કારણોસર સુનાવણી લંબાઈ હતી.
આજે ન્યાયાધીશ રજા પર હોવાના કારણે હવે આ કેસમાં અદાલત દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. ચૈતર વસાવાની મુશ્કેલીઓનો અંત આવશે કે તેમની સામે વધુ કડક વલણ અપનાવવામાં આવશે, તે હવે પછીની આગામી કોર્ટ મુદત દરમિયાન જ સ્પષ્ટ થશે.
આમ આદમી પાર્ટીના આક્રમક આદિવાસી નેતા ગણાતા ચૈતર વસાવા સામે અગાઉ પણ અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગ અને સરકારી તંત્ર પર પ્રહારો કરવાના કારણે તેઓ સતત વિવાદોમાં રહે છે. આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સામેની કાર્યવાહીને રાજકીય બદલાની ભાવના અને વિપક્ષનો અવાજ દબાવવાનું કાવતરું ગણાવી રહી છે. વારંવાર કોર્ટની તારીખો અને કાનૂની ગુંચવણો વચ્ચે ચૈતર વસાવા માટે આગામી સમય રાજકીય તેમજ કાયદાકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક બની રહેશે.
ન્યાયાધીશ રજા પર હોવાના કારણે હવે ચૈત્ર વસાવા સામેના ભરૂચ કોર્ટના કેસમાં હવે અદાલત દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. ચૈતર વસાવા ઘણા સમયથી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેમને ભરૂચ કોર્ટમાં પણ કેસનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : Breaking News: ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું! 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ
Published On - 12:19 pm, Wed, 29 July 26