Breaking News : સાયબર ફ્રોડનો નવો પેંતરો: SMS આવ્યા બાદ ફોન હેંગ થયો અને પૈસા ઉપડી ગયા, સુરક્ષિત રહેવા કરો આ કામ

ભરૂચ : ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતા સાકીર હુશેન શેખ નામના યુવક સાથે મોટી રકમની ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે.

Breaking News : સાયબર ફ્રોડનો નવો પેંતરો:  SMS આવ્યા બાદ ફોન હેંગ થયો અને પૈસા ઉપડી ગયા, સુરક્ષિત રહેવા કરો આ કામ
| Updated on: May 01, 2026 | 11:47 AM

ભરૂચ : ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતા સાકીર હુશેન શેખ નામના યુવક સાથે મોટી રકમની ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ મામલે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ફ્રોડ કેવી રીતે થયું?

ફરિયાદી સાકીર હુશેનના જણાવ્યા મુજબ ગત 25 એપ્રિલ 2026ના રોજ સવારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરો પરથી સતત ‘ઓટો મેસેજ’ આવવાના શરૂ થયા હતા. શંકા જતાં તેમણે ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો પરંતુ બીજા દિવસે ફરીથી મેસેજ આવતા જ રહ્યા હતા અને એક તબક્કે તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. જ્યારે ફોન ફરી ચાલુ થયો અને તેમણે તરત બેંક બેલેન્સ ચેક કર્યું પણ જે નજર સામે આવ્યું તે જોયું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અજાણ્યા શખ્સે તેમના મોબાઈલને હેક કરીને HDFC અને IDFC બેંકના એકાઉન્ટ તેમજ ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી કુલ ₹2,14,944 ટ્રાન્સફર કરી લીધા હતા.

મામલો પોલીસ પાસે પહોંચ્યો

ભોગ બનનાર યુવકે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 173 અને આઈ.ટી. એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હેકર દ્વારા ક્યાં ટ્રાન્ઝેક્શનથી કેટલા રૂપિયા ઉપાડી લેવાયા?

  • IDFC બેંક ખાતું : ₹90,994
  • IDFC બેંક ખાતું : ₹48,966
  • HDFC બેંક ખાતું : ₹50,000
  • HDFC બેંક ખાતું : ₹24,984

આવા હેકિંગ અને સાઇબર ફ્રોડથી કેવી રીતે બચવું?

આ ઘટના લાલબત્તી સમાન છે. જો તમારા મોબાઈલમાં પણ અજાણ્યા ઓટો મેસેજ આવે અથવા ફોન અચાનક હેંગ થવા લાગે તો તરત જ બેંક સંપર્ક કરો અને ઈન્ટરનેટ બંધ કરી દો. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. પોલીસ અનુસાર તમારી સાથે પણ જો આવું થાય તો વિલંબ કર્યા વગર 1930 પર કોલ કરો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાથી ઝડપી કાર્યવહી થઇ શકે છે.

આ પણ વાંચો : Breaking News : ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો, બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો

Published On - 11:37 am, Fri, 1 May 26

Follow Us