Breaking News: શતાબ્દી એક્સપ્રેસે પ્લેટફોર્મ છોડ્યું અને બિઝનેસ ક્લાસ મુસાફરો વચ્ચે પોલીસને મળ્યો બુટલેગર! બેબાક કરી કબૂલાત “હા દારૂ વેચું છું”

ભરૂચ : શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે પણ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

Breaking News: શતાબ્દી એક્સપ્રેસે પ્લેટફોર્મ છોડ્યું અને બિઝનેસ ક્લાસ મુસાફરો વચ્ચે પોલીસને મળ્યો બુટલેગર! બેબાક કરી કબૂલાત હા દારૂ વેચું છું
| Updated on: Jul 13, 2026 | 1:42 PM

ભરૂચ : શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે પણ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વધુ ચોંકાવનારી વાત તો એ કે પૂછપરછમાં આરોપીએ નિર્ભયતાથી બેબાક કરી કબૂલાત “હા દારૂ વેચું છું”

શતાબ્દીમાંથી દારૂની ખેપ?

ભરૂચ રેલવે પોલીસને બાતમી મળતા શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જરો પર વોચ રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન બિઝનેસ ક્લાસ પેસેન્જર વચ્ચે એક નજર છુપાવતો વ્યક્તિ નજરે પડતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસેની બેગમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને સ્થળ પરથી જ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ જીતેન્દ્રભાઈ કાળાભાઈ ખત્રી, ઉંમર 55 વર્ષ, રહે. ભરતપુરા, ખત્રીવાડ, ધોળીકૂઈ બજાર પાસે, ભરૂચ તરીકે થઈ છે. જે પોતાને શ્રમજીવી તરીકે ઓળખાવે છે પણ સફર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે નજરે પડતા આ બાબત હાસ્યાસ્પદ બની છે

પૂછપરછમાં બેફિકર જવાબમળ્યો

પકડાયા પછી સામાન્ય ગુનેગારોના ચહેરા પર જે ડર હોય પણ આ મહાશયના ચહેરા પર તે બિલકુલ નહોતો. જ્યારે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે બુટલેગરે કોઈ જ પસ્તાવા વગર સાવ બેબાક અને નફ્ફટ અંદાજમાં પોલીસ સામે કહી દીધું કે ” પૈસા કમાવવા માટે દારૂનો વેપાર કરું છું “આ સામે પ્રશ્ન ઉઠ્યો છે કે બુટલેગરને ખુલ્લેઆમ કબૂલાત કરવામાં પણ ડર લાગતો નથી?

શતાબ્દી જેવી પ્રતિષ્ઠિત ટ્રેનમાં અપરક્લાસ અને બિઝનેસમેન વર્ગના મુસાફરો સફર કરતા હોય છે ત્યારે આ ટ્રેનના મુસાફરોની આડમાં ગેરકાયદેસર દારૂના પરિવહનનો વેપલો થવો ગંભીર બાબત છે. હવે તપાસમાં એ પણ બહાર આવશે કે આ દારૂ ક્યાંથી અને ક્યાં વેચવા લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં???

આ પણ વાંચો :ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.