Bharuch : ઝાડેશ્વર પંચાયતના વહીવટદાર રૂપિયા 47500 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

|

Sep 21, 2022 | 8:00 AM

વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપરવિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા વહીવટદાર રાજેશ પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો.

Bharuch :  ઝાડેશ્વર પંચાયતના વહીવટદાર રૂપિયા 47500 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
Talati was caught while taking bribe

Follow us on

ભરૂચ(Bharuch)ની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના 8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબીની ટીમે વહીવટદાર (તલાટી) ની ધરપકડ કરી તેના વિરુદ્ધ ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેમેન્ટની રકમ અટકાવી રાખી ચુકવણી માટે લાંચ માંગનાર સરકારી બાબુને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ઝાડેશ્વર ગામના વિકાસકાર્યોનાં કામ પુરા થયા બાદ કોન્ટ્રાકટરે પેમેન્ટ માટે બિલ મુક્યા હતા જે વહીવટદાર (તલાટી)રાજેશ પટેલ દ્વારા પાસ કરવા માટે પૈસાની માંગણી કરાઈ હતી. રકમ સ્વીકારતા ACB એ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં RCC રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા વહીવટદારે માંગેલા વહીવટમાં મંગળવારે સમી સાંજે તે ACB ની ટ્રેપમાં ઝડપાઇ ગયો હતો. ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા. તમામ કામોના બીલના કુલ ₹8.65 લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા.

કોન્ટ્રાકટરે કામ પૂરું કરી પેમેન્ટ માટે પંચાયતમાં બિલ આપ્યા હતા જે પાસ કરવામાં આવતા ન હતા. હાલમાં પંચાયતમાં વહીવટદાર છે.વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રાકટરનો સંપર્ક કરી નાણાં કઢાવી આપવા રસ્તો દેખાડ્યો હતો. બિલના નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર વર્ગ 3 તલાટી રાજેશ ગોરધનભાઇ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના 5.5 % લેખે ₹47,500 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય ફરીયાદ ACB ને કરી હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપરવિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા વહીવટદાર રાજેશ પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો. ACB લાંચિયા વહીવટદારની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચ માંગનાર સરકારી બાબુને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

Next Article