Bharuch : લૂંટારુઓ જેલમાંથી બહાર નીકળી ડ્રગ પેડલર બની ગયા !

Bharuch : લૂંટારુઓ જેલમાંથી બહાર નીકળી ડ્રગ પેડલર બની ગયા !

| Updated on: Jan 15, 2026 | 4:09 PM

ગુજરાતમાં યુવાધનને હેરોઇનના નશાના રવાડે ચઢાવવાનો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોંકાવનારો ખુલાસો થયો છે. ભરૂચ જિલ્લા SOGએ અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાંથી બે ડ્રગ પેડલરને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઇન સ્મગલિંગ રેકેટની મહત્વની કડીઓ શોધી કાઢી છે.

ગુજરાતમાં યુવાધનને હેરોઇનના નશાના રવાડે ચઢાવવાનો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોંકાવનારો ખુલાસો થયો છે. ભરૂચ જિલ્લા SOGએ અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાંથી બે ડ્રગ પેડલરને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઇન સ્મગલિંગ રેકેટની મહત્વની કડીઓ શોધી કાઢી છે. આગામી સમયમાં નશાના કારોબારને નાબૂદ કરવા કામ કરતી મોટી એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે.

SOGના સૂત્રો મુજબ ઝડપી પાડાયેલા પેડલરના નામ રાકેશકુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને દિપકકુમાર સુબોધકુમાર પર્મેશ્વરકુમારસીંગ છે. આ આરોપી અંકલેશ્વરમાં વર્ષ 2022 માં યુનિયન બેન્કમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઇ ચુક્યા છે. જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર હેરોઇન વિદેશમાંથી ભારતમાં ઘુસાડાય છે અને ઉત્તર -પૂર્વ ભારતમાં ખાસ કરીને ભાગલપુર સહિતના વિસ્તારોમાં તેને હબ તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંથી નાની નાની ખેપ બનાવી અલગ અલગ રાજ્યના અલગ‑અલગ ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે જેથી એક સાથે મોટો જથ્થો પકડાઈ જાય તો પણ મોટું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.

ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર હેરોઇન ઝડપાયું

ભરૂચ SOG ના હેડ કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને બે પેડલર હેરોઇન લઇ અંકલેશ્વર આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ ઇન્સ્પેકટર એ વી પણામિયાંના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ એચ છૈયા ની રાહબરી હેઠળ શૈલેષ વસાવા, ગોવિંગ રાવ , રવિ વસાવા , ગુફરાન શેખ , તન્વીર રાઠોડ અને નરેશ પટેલ સહિતનો ટીમે અંકલેશ્વર GIDC બસ ડેપો નજીકથી આ બંને પેડલરને ઝડપી લઈ તેમની તલાશી લીધી હતી. પેડલર પાસેથી 58 ગ્રામ હેરોઇન મળ્યું છે જેની કિમત અંદાજે 11.62 લાખ રૂપિયા જેટલી હોવાનું જણાવાયું છે. ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં હેરોઇનનો સત્તાવાર ગુનો પ્રથમ વખત નોંધાયો હોવાથી પોલીસ મહેકમ તેમજ સમાજમાં ચિંતા વ્યાપી છે.

બેંક રોબરી અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું

વર્ષ 2022 માં અંકલેશ્વરના પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાટકેલા 5 જેટલા લૂંટારુંઓએ તમંચાની અણીએ લૂંટ ચલાવી હતી. રાજપીપળા ચોકડી વિસ્તારમાં પોલીસની નાકા દરમિયાન આ લૂંટારુઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ લૂંટારુઓમાં હેરોઇન સાથે ઝડપાયેલા રાકેશકુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને દિપકકુમાર સુબોધકુમાર પર્મેશ્વરકુમારસીંગનો પણ સમાવેશ થાય છે.

હેરોઇન શું છે?

હેરોઇન અફીણના પોપી છોડમાંથી બનતી એક અત્યંત નશીલું અને જીવલેણ પદાર્થ છે. તે સામાન્ય રીતે પાવડર સ્વરૂપે હોય છે અને તેને સુંઘી અથવા ઈન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. ઝડપી નશો આપતા આ ડ્રગ પર આડઅસર સાથે તેની જબરદસ્ત લત લાગી જાય છેતો નશાના બાંધણીનું શારીરિક‑માનસિક સ્વાસ્થ્ય બગડે છે. હેરોઇનનાઓવરડોઝથી મૃત્યુ પણ થઈ શકે છે. ભારતના NDPS કાયદા હેઠળ હેરોઇનનું ઉત્પાદન, ખરીદ‑વેચ અને રાખવું ગંભીર ગુનો ગણાય છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓના તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા અને જોવા માટે તમે માત્ર અહીં એક ક્લિક કરો. 

Published on: Jan 15, 2026 12:47 PM