Bharuch : ચોરે એક રાતામાં 4 દુકાનોના તાળાં તોડી પડકાર ફેંક્યો તો પોલીસે ફરિયાદના 4 કલાકમાં ઝડપી પાડી વળતો જવાબ આપ્યો

|

Jun 25, 2022 | 2:47 PM

ચોરીનો આ ગુનો શોધી કાઢવા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી “ VISWAS " પ્રોજેક્ટઅંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા વિસ્તારના ફૂટેજની તપાસ કરાઈ હતી. તસ્કરનો ચહેરો દુકાન અને “ VISWAS "પ્રોજેક્ટના કેમેરામાં કેદ થયો હતો.

Bharuch : ચોરે એક રાતામાં 4 દુકાનોના તાળાં તોડી પડકાર ફેંક્યો તો પોલીસે ફરિયાદના 4 કલાકમાં ઝડપી પાડી વળતો જવાબ આપ્યો
The thief was immediately arrested

Follow us on

ભરૂચ(Bharuch) શહેરના હાર્દસમા સ્ટેશન રોડ વિસ્તારમાં એક સાથે 4 દુકાનોના શટર તોડી ચોરીના ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનારને ગણતરીના કલાકોમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. મહેનત વગર રાતોરાત પૈસાદાર બનવાના સપના સાથે તસ્કરીમાં હાથ અજમાવનાર યુવાન ચોરીના પૈસાથી જલસા કરે તે પહેલાજ પોલીસે તેના ઘરાનો દરવાજો ખટખટાવ્યો હતો અને ચોર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. એ ડિવિઝન પોલીસે સીસીટીવી(CCTV) ફૂટેજના આધારે હિસ્ટ્રીશીટરોની ફાઈલના એકએક પાનાં તપાસી અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી આખરે પડકાર ફેંકનાર ચોરને વળતો જવાબ આપી દીધો હતો.

ગત તારીખ 23 જુનની રાતે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર એસ.ટી. ડેપો સામે આવેલ ગણેશ ખમણ નામની દુકાનનું શટર તોડી ઊંચુ કરી દુકાનમાં પ્રવેશી રોકડા રૂપીયાની ચોર પલાયન થઇ ગયો હતો. ચોરે ભૃગુ મંઝિલ શોપિંગ સેન્ટરમાં કુલ ચાર દુકાનોના તાળા તોડ્યા હતા જે બાબતે ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. 0616 / 2022 હેઠળ ઇ.પી.કો. કલમ . ૩૮૦ , ૪૫૪ , ૪૫૭ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ચોરીના બનાવો વધતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ(Dr. Leena Patil – SP Bharuch) દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આવા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા કડક સૂચના આપી હતી. બનાવની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ (A K Bharvad – PI A Divsion Bharuch) દ્વારા શરૂ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચોરીનો આ ગુનો શોધી કાઢવા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી “ VISWAS ” પ્રોજેક્ટઅંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા વિસ્તારના ફૂટેજની તપાસ કરાઈ હતી. તસ્કરનો ચહેરો દુકાન અને “ VISWAS “પ્રોજેક્ટના કેમેરામાં કેદ થયો હતો. હિસ્ટ્રીશીટરોની ફાઈલના એકએક પાનાં તપાસી અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. આખરે POLISને સફળતા મળી હતી. ગુનામાં સંડોવાયેલ આરોપી રવિકુમાર ભાઇલાલભાઇ પટેલને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

ચીમનટેકરી ઝુપડપટ્ટી , સૈયદવાડ – મક્તમપુર ખાતે રહેતા રવિકુમાર ભાઇલાલભાઇ પટેલ ચોરીના પૈસાથી જલસ કરે તે પહેલા જ ઝડપી પડાયો હતો. આ યુવાનને મજૂરીકામ ગમતું ન હતું માટે તેને પૈસા કમાવા આ કીમિયો અજમાવ્યો હતો પણ પોલીસે તેને ઝડપી પડ્યો છે. ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ સાથે જીતેન્દ્રભાઇ , સરફરાજ , પંકજભાઇ , કાનુભાઇ , મહેશભાઇ , શક્તિસિંહ ,વિજયભાઇ , ધર્મેન્દ્રભાઇ અને દિક્ષીતભાઇ સહિતના પોલીસકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.

Published On - 2:47 pm, Sat, 25 June 22

Next Article