BHARUCH : ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓનું વધુ એક વાવાઝોડું ફુક્યું, ક્રાઇમ બ્રાન્ચના 3 PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ થયા

મંગળવારે રાતે બદલીઓની વધુ એક યાદી જાહેર થઇ હતી જેમાં જિલ્લાના ૧૧ પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ યાદીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ૩ પીએસઆઈ અને પેરોલ ફર્લોના સબ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

BHARUCH : ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓનું વધુ એક વાવાઝોડું ફુક્યું, ક્રાઇમ બ્રાન્ચના 3 PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ થયા
ભરૂચ પોલીસની ફાઈલ તસ્વીર
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:07 AM

ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસમાં મહત્વની જગ્યાઓ પર અડિંગો જમાવી ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) પ્રાથમિક દારૂ – જુગાર સહિતની બદીઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણને આપી હતી. પ્રારંભિક તબક્કે મોટાપાયે દરોડાઓની કાર્યવાહી બાદ હવે એસપી એ બદલીઓનો દોર હાથ ધર્યો છે. છેલ્લા બે દિવસથી મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે વધુ એક યાદીમાં 11 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે જેમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PSI નો સમાવેશ થાય છે.

ડો. લીના પાટીલે ભરૂચ એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને સામાન્ય હોદ્દા છતાં વર્ચસ્વ ધરાવતા અને રુઆબદાર તરીકે ઓળખાતા પોલીસકર્મીઓનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. સૂત્રો અનુસાર ચોક્કસ માહિતી એકત્ર થયા બાદ આ પોલીસકર્મીઓ ઉપર બદલીનું શસ્ત્ર ઉગમાં યું છે જોકે ભરૂચ એસપી ડો. લીના પાટીલને બદલીઓ વિષે પૂછવામાં આવતા તેમને આ બદલીઓ સામાન્ય વહીવટી પ્રક્રિયાઓના ભાગરૂપે કરાઈ હોવાનું જણાવી વિશેષ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

મંગળવારે રાતે બદલીઓની વધુ એક યાદી જાહેર થઇ હતી જેમાં જિલ્લાના ૧૧ પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ યાદીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ૩ પીએસઆઈ અને પેરોલ ફર્લોના સબ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અગાઉ મંગળવારે બપોરે બે યાદીમાં 20 પોલીસકર્મીઓની ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી જયારે ૪ પીએસઆઇની આંતરિક બદલીમાં 3 ને રીડર તરીકે ટ્રાન્સફર આપવામાં આવી હતી. બદલીઓની શરૂઆત દહેજ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ૪૦ પેટી દારૂ ઝડપાયા બાદ કરવામાં આવી હતી. આ દરોડા બાદ ૪ સ્થાનિક પોલીસકર્મીઓને પણ હેડ ક્વાર્ટર ભેગા કરી દેવાયા હતા.

મંગળવારે ૨૦ પોલસીકર્મીઓના બદલીના ઓર્ડર બાદ એક આશ્ચર્યજનક બાબત પણ સામે આવી હતી. બદલીઓ પોલીસકર્મીઓ  માટે ચિંતા અને નિરાશા લાવી તો કેટલાક લોકો ખુશ પણ થયા હતા.કેટલાક ચોક્કસ પોલીસકર્મીઓની બદલીથી ખુશ થયેલા લોકો દ્વારા  મીઠાઈઓ પણ વહેંચાઈ હોવાની વિગતો સાંપડી રહી છે.

 

કરો એક નજર બદલીના આદેશ ઉપર

 

 

આ પણ વાંચો : Bharuch : એસપી ડો. લીના પાટીલે સપાટો બોલાવ્યો, રુઆબદાર તરીકે ઓળખાતા 20 પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ

આ પણ વાંચો : આદિવાસી સમુહના ‘રોબીન હુડ’ છોટુ વસાવાની રાજનીતિ હવે ‘આપ’ શરણે, ભાજપ-કોંગ્રેસ સામે ટકી રહેવા ‘આપ’ જ હવે બાપ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Published On - 7:49 am, Wed, 13 April 22