અનુસૂચિત જાતીના યુવાને ચૂંટણીમાં ઉમેદવારી કરી તો 6 લોકોએ મારમારી અધમુઓ કરી નાંખ્યો, હુમલાનો કથિત વિડીયો વાઇરલ થયો

|

Jun 25, 2022 | 2:05 PM

પોલીસ ફરિયાદ અનુસાર 24 જૂને બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં સુરેશ વાઘેલા ગામના તળાવની પાળે બેઠો હતો તે વખતે ગામમાથી ઈકો કારમાં શરીફ અજીતસંગ સિંધા , સાદીક ઉદેસંગ સિંધા , મુન્નાભાઈ ઉર્ફે મામા , તોસીફ અજીતસંગ સિંધા , આસીફ અજીતસંગ સિંધા તથા કેસરીસંગ ફતેસંગ સિંધા નાઓ આવ્યા હતા.

અનુસૂચિત જાતીના યુવાને ચૂંટણીમાં ઉમેદવારી કરી તો 6 લોકોએ મારમારી અધમુઓ કરી નાંખ્યો, હુમલાનો કથિત વિડીયો વાઇરલ થયો
The alleged video of the attack went viral

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયત ચૂંટણીની અદાવતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારવાના કારણે ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડવો પડ્યો છે. બનાવની કાવી  પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છેઅને ઘટનાનો એક વીડ્યો પણ વાઇરલ થયો છે. આ વીડિયોમાં 5 થી 6 લોકો બેરહેમીથી માર મારતાં નજરે પડી રહ્યા છે. આ વીડિયોનો હજુસુધી પોલીસ તપાસમાં ઉપયોગ કરાયો કે નહિ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી જોકે TV9 આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરી રહ્યું નથી.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

ટુંડજ ગામમાં સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા નામનો યુવાન ટુંડજ ગામ ના તળાવ પાસે બેઠો હતો ત્યારે 4 થી 5 લોકો કર્મ તેની તરફ ધસી આવ્યા હતા. કર્મ ગામના અગ્રણી તોસીફ અને અન્ય લોકો હતા. કારમાંથી ઉતરી તૌસીફે સુરેશને પકડી રાખ્યો હતો અને સાદીક અને સરીક નામના લોકોએ ડાંગો વડે ઉપરાછાપરી સપાટા મારવા લાગ્યા હતા. હુમલાખોરો રોષ આટકેથી પણ શાંત ન થતા મુન્નાભાઇ ઉર્ફે મામાએ ધારીયા વડે સુરેશના પગમા ઘા ઝીકી દીધા હતા. ફરિયાદ મુજબ આ લોકોનું કહેવું હતું કે સુરેશ વાઘેલાએ તેમની સામે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ બાબતનો બદલો લેવા અને ભવિષ્યમાં કોઈ બીજું આવી હિંમત ન કરે તે માટે હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કરો એક નજર ઘટનાની પોલીસ ફરિયાદ ઉપર

 

પોલીસ ફરિયાદ અનુસાર 24 જૂને બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં સુરેશ વાઘેલા ગામના તળાવની પાળે બેઠો હતો તે વખતે ગામમાથી ઈકો કારમાં શરીફ અજીતસંગ સિંધા , સાદીક ઉદેસંગ સિંધા , મુન્નાભાઈ ઉર્ફે મામા , તોસીફ અજીતસંગ સિંધા , આસીફ અજીતસંગ સિંધા તથા કેસરીસંગ ફતેસંગ સિંધા નાઓ આવ્યા હતા. ઈકોમાથી શરીફ અને સાદીક ડાંગ લઈ તથા મુન્નાભાઈ ઉર્ફે મામા નાઓ ધારીયુ લઇને આવેલા હતા . આ ઉપરાંત તોસીફ અજીતસંગ સિંધા , કેસરીસંગ ફતે સંગ સિંધા , આસીફ અજીતસંગ સિંધા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. આટોળકીએ માર મારી રવાના થઇ ગયા હતા.

ઘટનાનો તળાવના સામા કિનારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો લઇ લીધો હોવાનું સાંભળવા મળ્યું છે.  જે બાદમાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં યુવાનને માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. બનાવની કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Published On - 2:00 pm, Sat, 25 June 22

Next Article