ભરૂચ નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જાણો શું છે કારણ

|

Nov 07, 2020 | 7:01 PM

ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગર પાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું આ સમયે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. Web Stories View more આખો દિવસ ACમાં રહો […]

ભરૂચ  નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જાણો શું છે કારણ

Follow us on

ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગર પાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું આ સમયે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના મહામારી વચ્ચે ભાજપ શાષિત ભરૂચ નગર સેવા સદન દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી. જેના પગલે વિપક્ષે શાસકોને 72 કલાકનું અલ્ટીમેટમ આપી સામાન્ય સભા ન બોલાવે તો જનતા સભા બોલાવવાની ચીમકી આપી હતી. આ તરફ શાસકોએ સર્ક્યુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજુર કરાવ્યા હતા.વિપક્ષે કરેલ જાહેરાત અનુસાર આજ રોજ વિપક્ષનાં સભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કેટલાક સ્થાનિક લોકો સાથે નગરપાલિકા કચેરી પર જનતા સભા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે નગરપાલિકા કચેરીનો ગેટ બંધ કરી દઈ તેઓને અંદર પ્રવેશવા દીધા ન હતા. આ બાબતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં વિપક્ષના સભ્યો કચેરી બહાર જ બેસી ગયા હતા અને જનતા સભા શરુ કરી હતી. માત્ર ગણતરીની મિનીટ ચાલેલ જનતા સભા બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દિલ્હીમાં કેન્દ્રીય મોવડીમંડળ સાથે બેઠક, પ્રદેશ સંગઠનમાં ફેરફારની શક્યતા

આ અંગે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે શાસકો તેઓની નિષ્ફળ કામગીરીનાં કારણે લોકોનો રોષ પારખી ગયા હતા. આથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.જનતા સભામાં ઘણા પ્રશ્નો આવ્યા છે જેનું નિરાકરણ લાવવામાં તેઓ નીષ્ફળ નીવડ્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા હવે દરેક વોર્ડ અને સોસાયટીમાં જનતા સભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ તરફ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સામાન્ય સભા નથી બોલાવી જો કે સર્ક્યુલર ઠરાવ થકી રૂપિયા 8 કરોડના વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે ચૂંટણી નજીક છે માટે હાઈલાઈટ થવું છે આથી આ પ્રકારના સ્ટંટ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article