ભરૂચના કંબોલી ગામ ખાતે ૪ બાળકોએ વનસ્પતિના બીજ ખાઈ લેતા તબીયત લથડી

|

Jan 18, 2021 | 8:17 AM

   ભરૂચ તાલુકાના કંબોલી ગામે ૪ બાળકોની કોઈ વનસ્પતિના બીજ ખાવાથી તબિયત લથડતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમમાં રમતા બાળકોએ બીજ ખાધા હતા જેમને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થતા સારવારની જરૂર પડી હતી. સાંજના સુમારે કંબોલી ગામના બાળકો સીમમાં રમતા હતા ત્યારે બાળકો કોઈ વનસ્પિતના વૃક્ષ નીચે પડેલા બીજ ખાધા […]

ભરૂચના કંબોલી ગામ ખાતે ૪ બાળકોએ વનસ્પતિના બીજ ખાઈ લેતા તબીયત લથડી

Follow us on

  
ભરૂચ તાલુકાના કંબોલી ગામે ૪ બાળકોની કોઈ વનસ્પતિના બીજ ખાવાથી તબિયત લથડતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમમાં રમતા બાળકોએ બીજ ખાધા હતા જેમને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થતા સારવારની જરૂર પડી હતી.

સાંજના સુમારે કંબોલી ગામના બાળકો સીમમાં રમતા હતા ત્યારે બાળકો કોઈ વનસ્પિતના વૃક્ષ નીચે પડેલા બીજ ખાધા હતા. સ્વાદમાં સારા લગતા એક બાળકના અભિપ્રાયના આધારે અન્ય બાળકોએ પણ બીજ ખાવા મંડ્યા હતા. ચાર બાળકોએ વધુ માત્રામાં બીજ ખાવાથી તેમની તબિયત લથડી હતી. બાળકો ઉલ્ટી સાથે ચક્કર અને માથામાં દુખાવાની ફરિયાદ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પાલેજ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

૧૦૮ સેવાના અધિકારી અશોક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ બાળકોએ દિવેલાના બીજ ખાધા હોય તેમ લાગી રહ્યું છે. બાળકોને વધુ સારવારની જરૂર લગતા તેમને પાલેજ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા બાળકોના નામ
(1) આયુષ સુખદેવ વસાવા
(2) અર્જુન રાજેશ વસાવા
(3) શૈલેષ ભીખાભાઈ વસાવા
(4) મનીષ હસમુખ વસાવા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:01 pm, Tue, 10 November 20

Next Article