ભરૂચમાં કોમી એકતાનું ઉદાહરણ, કોરોનાથી મૃત્યુ પામનાર 217 દર્દીઓના અંગ્નિસંસ્કારમાં મુસ્લિમ યુવાન જોડાયો

|

Sep 19, 2020 | 5:35 PM

ગુજરાતના એકમાત્ર ભરૂચમાં ઉભું કરાયેલા કોવિડ સ્મશાન ગૃહમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મુસ્લિમ યુવક 217  હિન્દૂ કોરોના દર્દીઓની અંતિમક્રિયામાં જોડાયો છે. આજે દુનિયા નાત-જાતના વર્ગીકરણમાં વહેંચાઈ રહી છે, ત્યારે ભરૂચના 25 વર્ષીય યુવાન ઈરફાન મલેકે કોમી એકતાનું મોટું ઉદાહરણ પૂરું પાડયું છે. આ યુવાન ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કોરોના પીડિત હિન્દૂ […]

ભરૂચમાં કોમી એકતાનું ઉદાહરણ, કોરોનાથી મૃત્યુ પામનાર 217 દર્દીઓના અંગ્નિસંસ્કારમાં મુસ્લિમ યુવાન જોડાયો

Follow us on

ગુજરાતના એકમાત્ર ભરૂચમાં ઉભું કરાયેલા કોવિડ સ્મશાન ગૃહમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મુસ્લિમ યુવક 217  હિન્દૂ કોરોના દર્દીઓની અંતિમક્રિયામાં જોડાયો છે. આજે દુનિયા નાત-જાતના વર્ગીકરણમાં વહેંચાઈ રહી છે, ત્યારે ભરૂચના 25 વર્ષીય યુવાન ઈરફાન મલેકે કોમી એકતાનું મોટું ઉદાહરણ પૂરું પાડયું છે. આ યુવાન ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કોરોના પીડિત હિન્દૂ મૃતકોની અંતિમક્રિયા કરી રહ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોનાના ભય વચ્ચે સ્વજનો પોતાના પરિવારના સભ્યનો મૃતદેહ સ્પર્શવા પણ તૈયાર નથી થતાં તે વચ્ચે ઈરફાન મૃતદેહને સબવાહિનીમાં કોવિડ હોસ્પિટલ લાવવા, ચિતા ઉપર મૃતદેહ મુકવા અને અગ્નિદાહની વિધિમાં જોડાય છે. કોરોનાના કહેર વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મૃત્યુનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભરૂચમાં કોરોનાની મહામારીને લઈ ભરૂચમાં અલગ કોવિડ સ્મશાન ઉભુ કરવામાં આવ્યું છે. કોરોનાથી મરણ પામતા દર્દીઓના અગ્નિસંસ્કાર કરવા માટે પાંચ સ્વયંસેવકોની ટીમ સાથે સંચાલક ધર્મેશ સોલંકીને જવાબદારી સોંપાઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ ટીમમાં મુસ્લિમ યુવાન ઈરફાન મલેક પણ સેવાકાર્યમાં જોડાયો છે. ઈરફાન મલેકે જણાવ્યું હતું કે તે ધર્મ નહીં પણ માનવતામાં માને છે, તેને કામ શબવાહિની ચલાવવાનું સોંપાયું છે પણ તે અગ્નિ સંસ્કારની વિધિમાં પણ જોડાય છે. ઈરફાને આજ દિન સુધીમાં 217 જેટલા મૃતદેહોના કોવિડ સ્મશાન અગ્નિસંસ્કારમાં જોડાઈ માનવતાની  મહેક પ્રસરાવી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article