ભરૂચ જિલ્લાનાં જંબુસરમાં ખેડુતોનાં માથે વરસી વરસાદી આફત,કોરા, સમ્ભા, પાંચકડાં, કાવા અને ટુંડજ સહિતના ગામોમાં કપાસ અને તુવેરનું વાવેતર વરસાદી પાણીમાં ધોવાયું,ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઇ ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી

|

Sep 20, 2020 | 10:07 PM

ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી છે. જંબુસર પંથકમાં કાળી માટીમાં પાણી શોષાતું ન હોવાથી અહીંના ખેતરો તળાવમાં પરિવર્તિત થયા છે. તાલુકાની 1500 એકર જમીન પર પાકને નુકસાનનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જંબુસર તાલુકાના કોરા, સમ્ભા, પાંચકડાં, કાવા અને ટુંડજ સહિતના ગામોમાં કપાસ અને તુવેરનું વાવેતર વરસાદી પાણીમાં ધોવાયું છે. સપ્તાહ પૂર્વે ખેડૂતને […]

ભરૂચ જિલ્લાનાં જંબુસરમાં ખેડુતોનાં માથે વરસી વરસાદી આફત,કોરા, સમ્ભા, પાંચકડાં, કાવા અને ટુંડજ સહિતના ગામોમાં કપાસ અને તુવેરનું વાવેતર વરસાદી પાણીમાં ધોવાયું,ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઇ ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી
http://tv9gujarati.in/bharuch-jilla-n-…surve-ni-kamgiri/

Follow us on

ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી છે. જંબુસર પંથકમાં કાળી માટીમાં પાણી શોષાતું ન હોવાથી અહીંના ખેતરો તળાવમાં પરિવર્તિત થયા છે. તાલુકાની 1500 એકર જમીન પર પાકને નુકસાનનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જંબુસર તાલુકાના કોરા, સમ્ભા, પાંચકડાં, કાવા અને ટુંડજ સહિતના ગામોમાં કપાસ અને તુવેરનું વાવેતર વરસાદી પાણીમાં ધોવાયું છે. સપ્તાહ પૂર્વે ખેડૂતને જે પાક મહામૂલો લાગતો હતો તે જ આજે નુકસાનમાં પરિવર્તિત થઇ ગયો છે. જંબુસરના ખેડૂતોને પડતા ઉપર પાટુ કાળી માટીએ માર્યું છે.. વરસાદ વિરામ લે ત્યારે સામાન્ય રીતે જમીનમાં પાણી શોષાઈ જતું હોય છે. પરંતુ કાળી અને ચીકણી માટી આ ગુણધર્મ ધરાવતી નથી પરિણામે ખુલ્લા ખેતર તળાવ બન્યા છે. ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઇ ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે તો ગત વર્ષે પૂર પછી કોરોના અને હવે ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશ લગાવી રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:23 am, Wed, 19 August 20

Next Article