ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી

|

Dec 08, 2020 | 4:36 PM

અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ વિરોધ કરવા નીકળેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પરેશ ધાનાણી પોતાનું એક્ટિવા લઈને અમરેલીની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ ધાનાણીને તેમના સમર્થકો સાથે જ રોકી લીધા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી અને તેમના સમર્થકોને પોલીસ સાથે થોડી તું તું મે મે […]

ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી

Follow us on

અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ વિરોધ કરવા નીકળેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પરેશ ધાનાણી પોતાનું એક્ટિવા લઈને અમરેલીની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ ધાનાણીને તેમના સમર્થકો સાથે જ રોકી લીધા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી અને તેમના સમર્થકોને પોલીસ સાથે થોડી તું તું મે મે થયું હતું. પોલીસે રોકતા ધાનાણી ગુસ્સે થઈ ગયા હતા. અને પોતાનું એક્ટિવ પોલીસની વચ્ચેથી ભગાવી મુક્યું હતું. પોલીસના જવાનોએ પરેશ ધાનાણીને રોકવાના ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ ધાનાણી પોલીસનો ઘેરો તોડીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે બાદમાં પોલીસે ધાનાણીની અટકાયત કરી લીધી હતી. અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તો પોલીસની કાર્યવાહી બાદ ધાનાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે લોકશાહીમાં વિરોધ કરવાનો હક પણ છીનવી લીધો છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક્ટિવા પર નીકળ્યા તો બીજી બાજુ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ પર સવાર થઈને નીકળ્યા હતા. દિલીપ સંઘાણીએ અમરેલીમાં સાયકલ ફરીને લોકોને અપીલ કરી હતી કે તેઓ બંધને સમર્થન ન આપે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article