Bhakti : બાળક કાર્તિકેયનું અપહરણ કોણે અને શા માટે કર્યું? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ
Bhakti : દેવી પાર્વતીના સીમંત વિધિનો પ્રસંગ પૂર્ણ થયા બાદ દેવરાજ ઇન્દ્રએ દેવતાઓ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, માતા પાર્વતીનો સીમંત વિધિ પ્રસંગ ખૂબ જ ભવ્ય હતો. આ જ સમયે ઇન્દ્રદેવે ચિંતા વ્યક્ત કરતા દેવતાઓને કહ્યુ કે, તારકાસુરે મા પાર્વતીનો વધ કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે.
Bhakti : દેવી પાર્વતીના સીમંત વિધિનો પ્રસંગ પૂર્ણ થયા બાદ દેવરાજ ઇન્દ્રએ દેવતાઓ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, માતા પાર્વતીનો સીમંત વિધિ પ્રસંગ ખૂબ જ ભવ્ય હતો. આ જ સમયે ઇન્દ્રદેવે ચિંતા વ્યક્ત કરતા દેવતાઓને કહ્યુ કે, તારકાસુરે મા પાર્વતીનો વધ કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. સીમંત વિધિના પ્રસંગ બાદ તો તારકાસુર પાર્વતીજીનો વધ કરવા વધારે પ્રયાસ કરશે, કારણ કે મા પાર્વતીના ગર્ભમાંથી તેનો કાળ જન્મ લેવાનો છે.
ઇન્દ્રદેવે પાંચ દેવતાઓને કહ્યું કે તેઓ ગુપ્તરૂપે કૈલાસ પર જશે અને નજર રાખશે કે તારકાસુર માતા પાર્વતી સુધી ન પહોંચે. ત્યારબાદ પાંચ દેવતાઓએ કબૂતરનું રૂપ લીધું અને કૈલાસ પર્વત પર વિચરણ કરવા લાગ્યા. મહાદેવ અને મા પાર્વતીએ જ્યારે આ કબૂતરોને જોયા તો તેઓ આશ્ચર્યચકિત થયા કે કૈલાસ પર અચાનક કબૂતર ક્યાંથી આવ્યા. આ જોઈ કબૂતરોએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન શિવ અને માતા પાર્વતીને તેની ઉપસ્થિતિનું કારણ જણાવ્યું.