Bhakti : તમેને ખબર છે કે કેમ એક અંગ્રેજ અધિકારી મહાદેવનો ભક્ત બન્યો, તો જુઓ આ કથા
એક અંગ્રેજ અધિકારી મહાદેવનો ભક્ત બન્યો

Follow us on

Bhakti : તમેને ખબર છે કે કેમ એક અંગ્રેજ અધિકારી મહાદેવનો ભક્ત બન્યો, તો જુઓ આ કથા

| Edited By: | Updated on: May 10, 2021 | 10:05 AM

Bhakti : આ કથા એક અંગ્રેજ અધિકારીની છે, જેમણે ભગવાન શિવને પોતાની રક્ષા કરતા જોયા હતા. મધ્યપ્રદેશના આગર માલવામાં આવેલું બૈજનાથ મહાદેવનું મંદિર પ્રખ્યાત છે. કથા તે સમયની છે, જ્યારે ભારત પર બ્રિટિશરોનું શાસન હતું.

BHAKTI :ભગવાન શિવનો મહિમા અપાર છે તેટલો જ વિશિષ્ટ પણ છે. ભગવાન શિવ હંમેશા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. આજે આપણે મધ્યપ્રદેશમાં સ્થિત ભગવાન શિવના એક મંદિરની કથા જોઈશું.

આ કથા એક અંગ્રેજ અધિકારીની છે, જેમણે ભગવાન શિવને પોતાની રક્ષા કરતા જોયા હતા. મધ્યપ્રદેશના આગર માલવામાં આવેલું બૈજનાથ મહાદેવનું મંદિર પ્રખ્યાત છે. કથા તે સમયની છે, જ્યારે ભારત પર બ્રિટિશરોનું શાસન હતું. એકવાર કર્નલ માર્ટિન દુશ્મન સેના દ્વારા ઘેરાયેલા હતા, ત્યારે મહાદેવ સ્વયં પધારી તેનો જીવ બચાવ્યો હતો.

વર્ષ 1879 માં, બ્રિટીશ અને અફઘાન સૈન્ય વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. કર્નલ માર્ટિનને બ્રિટીશ આર્મી તરફથી યુદ્ધની જવાબદારી સોંપવામાં આવી હતી, તેથી માર્ટિન અફઘાનિસ્તાન ગયા હતા. તે સમયે સંદેશા વ્યવહાર માટે પત્ર એકમાત્ર સાધન હતું. યુદ્ધના સંજોગોમાં પત્ર મોકલવો એક જોખમ હતું, તો પણ માર્ટિન દરરોજ પત્ર લખી તેના કુશળ સમાચાર તેના પરિજનોને મોકલતા હતા.
થોડા દિવસ સુધી માર્ટિનના પત્રો નિયમિત આવતા રહ્યા, પરંતુ એક દિવસ પત્ર આવ્યો નહીં અને ત્યારબાદ ઘણા દિવસો સુધી કોઈ સમાચાર ના આવ્યા, તેથી માર્ટિનના પત્નીને ચિંતા થવા લાગી.

આ પરિસ્થિતિમાં એક દિવસ કર્નલ માર્ટિનની પત્ની રસ્તા પર જઈ રહી હતી, ત્યારે રસ્તામાં બૈજનાથ મહાદેવનું મંદિર આવ્યું. તેમને જોયું કે મંદિરમાં લોકો ભગવાનની આરતી કરી રહ્યા હતા. માર્ટિનની પત્નીએ મંદિરમાં પ્રવેશ કર્યો અને પુજારીને પૂજા વિશે પૂછવા લાગી. મંદિરના પૂજારીએ કહ્યું કે, આ ભગવાન શિવ છે, તેમના માટે કંઈ પણ કરવું અશક્ય નથી. ભગવાન શિવ પોતાના ભક્તની દરેક મુશ્કેલીઓને દુર કરવા સક્ષમ છે. આ સાંભળી માર્ટિનની પત્ની આશ્ચર્યચકિત થઈ અને તેને એક શક્તિનો અનુભવ થયો. માર્ટિનની પત્નીએ પુજારીને કહ્યું કે, મારા પતિ યુદ્ધભૂમીમાં છે. તે કેવી સ્થિતિમાં છે તે ખબર નથી અને તેથી મારા મનમાં અનેક શંકાઓ ઉભી થઈ રહી છે.

આ સાંભળી મંદિરના પુજારીએ માર્ટિનની પત્નીને કહ્યું કે, તમે ચિંતા ના કરો. તમારા મનમાં જે પણ ઈચ્છા છે, તે ભગવાન શિવને કહો, તે નિશ્ચિતરૂપે તમને મદદ કરશે. પૂજારીની વાત સાંભળી શ્રીમતી માર્ટિને હાથ જોડી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી આશીર્વાદ માંગ્યા. પુજારીઓએ પણ તેના પતિ કર્નલ માર્ટિન માટે પ્રાર્થના કરી અને અનુષ્ઠાન શરૂ કર્યું.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં