Banaskatha :દાંતીવાડાના પાંથાવાડામાં બાજરીના નકલી બિયારણનો પર્દાફાશ, ખેડૂતે સોશિયલ મીડિયા થકી કર્યો ઘટસ્ફોટ

|

Apr 05, 2021 | 4:58 PM

Banaskatha : દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકમાં બાજરીના નકલી બિયારણ ખેડૂતોને પધરાવી દેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના મામલે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ એક્શન મોડમાં આવી બિયારણના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

Banaskatha :દાંતીવાડાના પાંથાવાડામાં બાજરીના નકલી બિયારણનો પર્દાફાશ, ખેડૂતે સોશિયલ મીડિયા થકી કર્યો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Banaskatha : દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકમાં બાજરીના નકલી બિયારણ ખેડૂતોને પધરાવી દેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના મામલે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ એક્શન મોડમાં આવી બિયારણના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય છે. ઓછું ભણેલા ખેડૂતોને મોટી કંપનીઓના નામે કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી આચરતા હોય છે. આવી જ એક ઘટના દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોમાં સામે આવી છે. ઉનાળુ સીઝનમાં બનાસકાંઠા સૌથી વધુ બાજરી નું વાવેતર બનાસકાંઠા જીલ્લામાં થાય છે. ઉનાળુ વાવેતર દરમિયાન કેટલાક ખેડૂતોએ પાયોનીયર કંપનીના બાજરીના બિયારણનું વાવણી પોતાના ખેતરમાં કરી હતી. પરંતુ વાવણી બાદ ખેતરમાં બાજરીના પાકનું અંકુરણ થવું જોઈએ તે થયું ન હતું. જે બાબતે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કરતા ખેડૂતો સાથે છેતરપીંડીની ઘટના સામે આવી હતી.

આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા અને મીડિયામાં બહાર આવતા જીલ્લા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે જીલ્લા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીએ પોતાની ટીમ મોકલી જે દુકાનો પરથી ખેડૂતોએ પાયોનીયર કંપનીના બાજરીના બિયારણ ખરીદ્યા હતા. તે બિયારણના સેમ્પલ સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. ખેડૂતો સાથે પણ છેતરપિંડી થઈ હશે તે તપાસ થશે. તેમાં તથ્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

બનાસકાંઠા જિલ્લામાં ઓછું ભણેલા ખેડૂતો સાથે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. મોટી કંપનીઓના નામે એગ્રો દુકાન સંચાલકો નકલી બિયારણ ખેડૂતોને પધરાવતા હોય છે. હવે જ્યારે બાજરીના નકલી બિયારણની ઘટના સામે આવી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી આમાં શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

Published On - 4:57 pm, Mon, 5 April 21

Next Article