બનાસકાંઠા: તાલુકા પંચાયતમાં અરજદારના ધામા, માલિકીના પ્લોટને પરત લેવા અનોખો વિરોધ

|

Feb 06, 2024 | 8:39 AM

વરવાડીયા ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલા રાહતના પ્લોટ આપવામાં આવ્યો હતો. વર્ષોથી અરજદાર પોતાના પ્લોટને પરત મેળવવા માટે અનેક રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધીન તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા. અંતે પરિવાર કંટાળીને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાંખ્યા છે.

બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલિકીના પ્લોટમાં અન્યએ બાંધકામ કરી લીધું હોવાથી પ્લોટ માલિકે ગ્રામ પંચાયથી તાલુકાના પંચાયત સુધીની કચેરીના અનેક ધક્કા ખાધા હતા. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા. અંતે પરિવાર કંટાળીને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાંખ્યા છે. ધર્મા સોલંકી નામનો વ્યક્તિ પરિવાર અને પશુઓની સાથે કચેરીના પરિસરમાં જ રહેવા લાગ્યો છે. અરજદારે માંગ કરી છે કે, જ્યાં સુધી તેની માલિકીનો પ્લોટ તેઓને પરત નહીં મળે ત્યાં સુધી તાલુકાની કચેરીમાં જ રહેશે.

આ પણ વાંચો: મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

તમને જણાવી દઈએ કે, વર્ષ 1987માં વરવાડીયા ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલા રાહતના પ્લોટ આપવામાં આવ્યો હતો. વર્ષોથી અરજદાર પોતાના પ્લોટને પરત મેળવવા માટે અનેક રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધીન તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. હવે જ્યારે અરજદાર પરિવાર સાથે કચેરીમાં રહેવા આવીને વિરોધ કરી રહ્યો છે તો તંત્ર સાફળું જાગ્યું છે અને તુરંત કાર્યવાહી કરવાની વાતો કરી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video