Ambaji તરફ ભક્તોનો અવિરત પ્રવાહ, રવિવારે સવા લાખ લોકોએ દર્શન કર્યા
ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ વહી રહ્યો છે
ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ વહી રહ્યો છે. જેમાં આજે શક્તિપીઠ અંબાજીમા આજે સવા લાખ લોકોએ દર્શન કર્યા છે. તેમજ 115000 પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. તેમજ આ દરમ્યાન પાલનપુરના માઈભક્ત દ્વારા 52.50 લાખના 1 કિલો સોનાનું દાન આવ્યું છે. જ્યારે 100 ગ્રામની લગડી 9,50 ગ્રામની લગડી 2 દાન આપવામાં આવી છે. જ્યારે બીજા એક મુંબઇના દાતાએ એક સોનાનો હાર 105 ગ્રામ અને 4 લાખ 80 હજારની કિંમતની ભેટ આપી છે.
અંબાજી ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો.બે વર્ષના લાંબા વિરામ બાદ આ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.જેને લઈ ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે..અને મેળા પહેલા જ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે..તો બીજી તરફ છ દિવસના મેળાને લઇને વહીવટ તંત્ર પણ એલર્ટ બન્યું છે. શ્રદ્ધાળુંની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે..મેળા દરમિયાન 5 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે.તો આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે..જ્યારે યાત્રીકોને મુસાફરીમાં કોઇ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ અલાયદી વ્યવસ્થા કરી છે.
બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા
જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 500થી વધારે પોઇન્ટ પર 5000 પોલીસ/ SRP/HG/GRDના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 50 જેટલા મોબાઈલ પેટ્રોલિંગ રુટ ઉપર 24*7 પોલીસ વાન , મોટરસાયકલ , ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે. તેમજ 325થી વધારે CCTV કેમેરા અને 10 જેટલા PTZ કેમેરાને FRS ( facial recognition systi ) સાથે જોડી તમામ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રખાશે. આ ઉપરાંત 48 બોડી વોર્ન કેમેરા , 35 વિડિઓ ગ્રાફર , 4 ડ્રોન કેમેરા , 13 વૉચ ટાવર અને 10 BDDS ટીમ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવશે.આ વખતે પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ માઇ ભક્ત ને કોઈ પણ સમયે તત્કાલ મદદ કરી શકાય.