Rain Update: રાજ્યમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં 6 ઇંચ વરસાદ

|

Jul 25, 2022 | 9:47 AM

બનાસકાંઠાના (Banaskantha) સુઈગામ, વડગામ, પાલનપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ખેડાના (Kheda) કઠલાલ, મહેમદાવાદમાં પણ 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

Rain Update: રાજ્યમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં 6 ઇંચ વરસાદ
રાજ્યમાં સારો વરસાદ ખાબક્યો

Follow us on

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની (Monsoon 2022) ધમાકેદાર ઈનિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર  વરસાદ (Rain)  નોંધાયો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં (Banaskantha) 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બનાસકાઠામાં કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કુલ 80 તાલુકાઓમાં વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 80 તાલુકાઓમાં 1 ઈંચથી લઇને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના લાખાણીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના સુઈગામ, વડગામ, પાલનપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ખેડાના કઠલાલ, મહેમદાવાદમાં પણ 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

બનાસ નદી કાંઠાના ગામોને એલર્ટ

ભારે વરસાદના પગલે બનાસકાઠામાં કાંકરેજમાં બનાસ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહીને જોતા નદીના પટમાં પ્રવેશ બંધ છે. વર્ષ 2017ની જેમ ભારે વરસાદના કારણે કોઈ મોત ન થાય તે માટે તંત્ર સજ્જ છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

કચ્છમાં સીઝનનો 116 ટકા વરસાદ પડ્યો

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસ્યો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સીઝનનો 66 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 116 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ (Indian Metrological department)દ્વારા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત (north gujarat)અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં બનાસકાંઠા અને કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે. તો વલસાડમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, (kutch)દેવભૂમિ દ્વારકા,જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અરવલ્લી, ખેડા, આણંદ, વલસાડમાં (valsad) વરસાદી માહોલ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

Published On - 9:44 am, Mon, 25 July 22

Next Article