Banaskantha: હવે પશુપાલકોને પ્રશિક્ષણ મળે તે માટે ‘દૂધવાણી’ નામે રેડિયો સ્ટેશન શરુ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
બનાસ ડેરીના (Banas Dairy) નવા દુધવાણી રેડિયો સ્ટેશનને ભારત સરકારના પ્રસારણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રેડીયો સ્ટેશન બનાસકાંઠાના (Banaskantha) સરહદી વિસ્તારનું પ્રથમ રેડિયો સ્ટેશન હશે. જેના દ્વારા બનાસકાંઠા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરવામાં આવશે.
દેશનું સૌપ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો (Community radio) સ્ટેશન બનાસકાંઠામાં (Banaskantha) બન્યું છે. બનાસ ડેરી દ્વારા ‘દૂધવાણી’ નામે રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. બનાસ ડેરીના નવા સંકુલમાં અદ્યતન ટેકનોલોજીથી સભર રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે આ રેડિયો સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના (PM Narendra Modi) હસ્તે કરવામાં આવશે. કાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 19 એપ્રિલે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેઓ ‘દૂધવાણી’ નામના રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરશે.
દુધવાણી રેડિયો સ્ટેશન 90.4 પર સાંભળી શકાશે
બનાસ ડેરીના નવા દુધવાણી રેડિયો સ્ટેશનને ભારત સરકારના પ્રસારણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રેડીયો સ્ટેશન બનાસકાંઠાના સરહદી વિસ્તારનું પ્રથમ રેડિયો સ્ટેશન હશે. જેના દ્વારા બનાસકાંઠા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરવામાં આવશે. આ રેડિયો માધ્યમથી ન માત્ર પશુપાલકો પણ બનાસકાંઠાના નાગરિકો વિશ્વમાં બનતી ઘટનાઓથી અવગત થશે.
બનાસ ડેરી સંલગ્ન દૂધ મંડળીઓ પર સંભાળશે દુધવાણી
બનાસ ડેરી સાથે જિલ્લામાં 1100થી વધુ ગ્રામીણ સહકારી દૂધ મંડળી જોડાયેલી છે. આ તમામ સહકારી મંડળીઓમાં સવાર અને સાંજ બંને ટાઇમ લાખો પશુપાલકો દૂધ ભરાવવા માટે દૂધ મંડળીમાં આવતા હોય છે. આ સમય દરમિયાન જ્યારે તેઓ દૂધ ભરાવતા હોય ત્યારે વિશ્વમાં બનતી ઘટનાઓ તેમજ પશુપાલન તેમજ અને દૂધને લગતી તમામ માહિતી મેળવી શકે તે માટે રેડિયો માધ્યમ દ્વારા તેમને પ્રશિક્ષણ આપવામાં આવશે. દરેક ગામની દૂધ મંડળી પર સ્પીકર ગોઠવવામાં આવશે. જે સ્પીકર દ્વારા દૂધવાણી રેડિયો સ્ટેશન પરથી આવતા કાર્યક્રમ પશુપાલકો સાંભળી શકશે. તે પ્રકારની વ્યવસ્થા બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે.
પશુપાલક વાડામાં પણ સ્પીકર રાખી પશુઓને પણ સંભળાવી શકશે સંગીતના સૂર : શંકર ચૌધરી
દૂધ આપતા પશુઓ વહેલી સવારે દૂધ આપે ત્યારે તેમના વાડામાં પણ સંગીતના સૂર સંભળાશે. અનેક સંશોધનમાં પણ સામે આવ્યું છે કે જ્યારે પશુઓના દોહન સમય સંગીતના સૂર રેલાય તો તેની અસર દુધાળા પ્રાણીઓ પર થતી હોય છે. વહેલી સવારે જ્યારે પશુપાલક દોહન કરે ત્યારે પ્રભાતિયા તેમજ દુધાળા પ્રાણીઓને ગમતાં સૂર દુધવાણી દ્વારા પ્રસારિત કરવામાં આવશે. બનાસ ડેરીના તમામ કામકાજને દુધવાણી રેડિયો સ્ટેશન દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આમ સંગીત સાથે ન માત્ર પશુપાલકો પરંતુ તેમના પશુઓ પણ સંગીતના સૂર સાંભળી શકશે. દરેક પશુપાલક પોતાના વાડામાં સ્પીકર મૂકી વહેલી સવારે સંગીતના સૂર સાથે પશુઓનું દોહન કરે તો તેની સકારાત્મક અસર આગામી સમયમાં દેખાશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો